શોધખોળ કરો
Advertisement

બિગ બોસમાંથી બહાર થતા આ એક્ટ્રેસ સલમાન ખાન પર ભડકી, કહ્યું- તેના વર્તનથી બહુ જ....
કોયનાએ કહ્યું કે સલમાન વ્યક્તિગત રૂપે શહનાઝનો બચાવ કરી રહ્યા છે.

નવી દિલ્હીઃ બિગ બોસ 13માં રોજ કોઈને કોઈ વિવાદ સામે આવી રહ્યો છે. વિતેલા સપ્તાહે વીકેન્ડના વાર પર બિગ બોસ 13નું પ્રથમ એલિમિનેશન થયું, જેમાં કન્ટેસ્ટન્ટ દલજીત કૌર અને એરક્ટ્રેસ કોયના મિત્રાને ઘર છોડીને જવું પડ્યું. બિગ બોસમાંથી બહાર થયા બાદ એક્ટ્રેસ કોયના મિત્રાએ અંગ્રેજી અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં સલમાન ખાન પર ગંભીર આરોપ લગાવ્યા. તેણે કહ્યું કે, સલમાન ખાને તેની વાત ન સાંભલી અને ન તો તેની વાત કહેવાની તક આપી.
કોયનાએ કહ્યું કે, સલમાનનું વર્તન એકતરફી હતું. બીજા સપ્તાહમાં મેં જ્યારે શહનાઝની મજાક ઉડાવાની વાત કહી તો સલમાન તેનો બચાવ કર્યો કે લોકો તેને પસંદ કરી રહ્યા છે. કોયનાએ કહ્યું કે સલમાન વ્યક્તિગત રૂપે શહનાઝનો બચાવ કરી રહ્યા છે.
સાથે જ તેણે કહ્યું કે હું જ્યારે બહાર આવી તો મેં વાસ્તવિકતા જોઇ. શહનાઝને કોઇ પણ પસંદ નહતું કરતું. ઉલ્ટું લોકો તેની ટીકા કરે છે. મેં જ્યારે સલમાનને સવાલ કર્યો કે શું દર્શકો સિદ્ધાંતોને પસંદ નથી કરતા તો તેમણે મને કહ્યું કે તેના માટે બીજું પ્લેટફોર્મ છે. એટલે કે આ કાર્યક્રમ સિદ્ધાંતોનું માન રાખવા માટે નથી બન્યો? આ શોમાં સન્માન જનક, શિક્ષિત અને બુદ્ધિમાન મહિલાઓની કોઇ જરૂર નથી. તેમણે કહ્યું કે આ મંચ બધા માટે નથી તો પછી આ પ્લેટફોર્મ ભારતમાં છે જ કેમ? તમે કંઇ વસ્તુને પ્રમોટ કરી રહ્યા છો? કોઇનાએ વધુમાં કહ્યું કે તે સલમાન ખાનના વર્તનથી બહુ જ નિરાશ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
Advertisement
