Lata Mangeshkar Marriage : આ ફેમસ એક્ટર અને સિંગર સાથે લગ્ન કરવા ઇચ્છતા હતા લતા, કહ્યું હતું, ‘મને તાઉમ્ર અફસોસ રહેશે’
Lata Mangeshkar Marriage Story : સ્વર કોકિલા લતા મંગેશકરના જીવન સાથે જોડાયેલી એવી ઘણી વાર્તાઓ છે જેને જાણવા બેસીએ તો ઘણા દિવસો નીકળી જાય.આવી જ એક કહાણી તેના ક્રશ સાથે જોડાયેલી છે.
Lata Mangeshkar Marriage Story:સ્વર કોકિલા લતા મંગેશકરના જીવન સાથે જોડાયેલી એવી ઘણી વાર્તાઓ છે જેને જાણવા બેસીએ તો ઘણા દિવસો નીકળી જાય.આવી જ એક કહાણી તેના ક્રશ સાથે જોડાયેલી છે.
સ્વર કોકિલા લતા મંગેશકરના જીવન સાથે જોડાયેલી એવી ઘણી વાર્તાઓ છે, જેને જાણવા બેસીએ તો ઘણા દિવસો લાગી શકે છે. આવો જ એક કિસ્સો લતા મંગેશકરના લગ્નનો છે. આ વાત બધા જાણે છે કે લતા મંગેશકરે ક્યારેય લગ્ન કર્યા નથી, તે આખી જીંદગી કુંવારી રહી અને સંગીત જ તેનો પહેલો પ્રેમ હતો પરંતુ બોલિવૂડની એક એવો જાણીતો સિંગર અને એક્ટર હતી જેને લતા દીદી ખૂબ જ પસંદ કરતી હતાં, એટલું જ નહીં તે તેની સાથે લગ્ન કરવા પણ માંગતા હતા. હતી, પરંતુ ગાયક માટે તે શક્ય ન બની શક્યું.
વાસ્તવમાં, આ તે દિવસોની વાત છે જ્યારે લતા મંગેકર ખૂબ જ યંગ હતા તે તેના પિતા સાથે કે.એલ. સહગલના ગીતો સાંભળતી હતી. કેએલ સહગલના ગીતો સાંભળીને લતા તાઈ તેમના પિતા સાથે રિયાઝ કરતી હતી. સિંગરનો અવાજ લતા મંગેશકરને એટલો ગમ્યો કે તે મોટી થઈને તેની સાથે લગ્ન કરવા માંગતી હતી. લતા તાઈએ પોતે પણ એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.
લતાદીએ કહ્યું, 'જ્યાં સુધી મને યાદ છે, હું હંમેશા કેએલ સહગલને મળવા માંગતી હતી હું કહેતી હતી કે, હું જ્યારે હું મોટીં થઈશ ત્યારે તેની સાથે લગ્ન કરીશ. ત્યારે પપ્પા મને સમજાવતા હતા કે, તું લગ્ન કરવાની ઉંમરે આવીશ ત્યાં સુધીમાં સહગલ સાહેબ વૃદ્ધ થઈ જશે. દુઃખની વાત એ છે કે,લતા મંગેશકર ક્યારેય કે.એલ. સહગલને મળી પણ ન શક્યા. લતા દીએ કહ્યું હતું કે, મને એ વાતનો રંજ રહેશે કે, હું તેને ક્યારેય મળી શકી નહીં. પરંતુ પાછળથી, તેમના ભાઈની મદદથી, હું તેમની પત્ની આશાજી અને બાળકોને મળી, જેમણે મને કેએલ સેહગલ સાહેબની વીંટી ભેટમાં આપી હતી.
">
કહેવાય છે કે, એ જમાનામાં લતા મંગેશકરે પોતાના માટે એક રેડિયો ખરીદ્યો હતો. જ્યારે તેણે રેડિયો ચાલુ કર્યો ત્યારે તેને કે.એલ. સહગલના મૃત્યુના સમાચાર સાંભળ્યા. લતા દીદી તેમના પ્રિય ગાયકના મૃત્યુના સમાચાર સાંભળીને ચોંકી ગયા, ત્યારબાદ તેઓ રેડિયોની દુકાન પર પાછા ફર્યા અને રેડિયો પરત કરી દીધો.