Raju Srivastava Death: રાજુ શ્રીવાસ્તવના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, ગુરુવારે દિલ્હીમાં થશે અંતિમ વિધિ
Raju Srivastava Died: કોમેડીની દુનિયાના સૌથી પ્રખ્યાત અને ભારતના શ્રેષ્ઠ હાસ્ય કલાકારોમાં ગણાતા રાજુ શ્રીવાસ્તવ હવે આ દુનિયામાં નથી.

Background
Raju Srivastava Died: કોમેડીની દુનિયાના સૌથી પ્રખ્યાત અને ભારતના શ્રેષ્ઠ હાસ્ય કલાકારોમાં ગણાતા રાજુ શ્રીવાસ્તવ હવે આ દુનિયામાં નથી. 10 ઓગસ્ટના રોજ જીમમાં વર્કઆઉટ કરતી વખતે રાજુ શ્રીવાસ્તવને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેમને તાત્કાલિક દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જીવન અને મૃત્યુ વચ્ચેની લાંબી લડાઈ લડ્યા બાદ આજે આ કોમેડિયનનું નિધન થયું છે.
આવતીકાલે થશે અંતિમ વિધિ
રાજુ શ્રીવાસ્તવના અંતિમ સંસ્કારની વિધી અંગે પરીવારે જાણકારી આપી છે. જે મુજબ આવતીકાલે 22 સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં આવેલા નિગમબોધ ઘાટ ખાતે રાજુ શ્રીવાસ્તવના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
Funeral of comedian Raju Srivastav to be held tomorrow, September 22, at Nigambodh Ghat in Delhi, confirms his family. pic.twitter.com/XTc2XdUncm
— ANI (@ANI) September 21, 2022
રાજકારણમાં પણ હાથ અજમાવ્યો
કોમેડી સિવાય રાજુ શ્રીવાસ્તવે રાજકારણમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું. રાજુએ 2014માં લોકસભા ચૂંટણી માટે કાનપુર સીટથી સમાજવાદી પાર્ટીની ટિકિટ આપી હતી પરંતુ 11 માર્ચ 2014ના રોજ શ્રીવાસ્તવે એ કહીને ટિકિટ પાછી આપી હતી કે તેમને પાર્ટીના સ્થાનિક એકમો તરફથી પૂરતું સમર્થન મળતું નથી. તે પછી, તેઓ 19 માર્ચ 2014 ના રોજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને સ્વચ્છ ભારત અભિયાનનો ભાગ બનવા માટે નામાંકિત કર્યા હતા. ત્યારથી તેઓ જુદા જુદા શહેરોમાં પોતાના કાર્યક્રમો દ્વારા સ્વચ્છતાને આગળ વધાર્યું હતું.





















