શોધખોળ કરો
Advertisement
ભાજપના નેતાએ લખ્યું ‘#MainBhiChowkidar’ તો બોલિવૂડની આ એક્ટ્રેસ ભડકી, આપ્યો જડબાતોડ જવાબ
મુંબઈઃ જાતીય શોષણના આરોપને કારણે કેન્દ્રીય રાજ્યમંત્રીના પદ પરથી રાજીનામું આપનાર એમ જે અકબરે આગામી ચૂંટણીને લઈને ભાજપનો સાથ આપતા જોવા મળ્યા છે. તેમણે હાલમાં જ #MainBhiChowkidarનો ઉપયોગ કરતાં એક ટ્વિટ કર્યું, જેના પર બોલિવૂડ એક્ટ્રેસ રેણુકા શહાણેએ જડબાતોડ જવાબ આપ્યો છે.
ભાજપના નેતા એમજે અકબરે કેમ્પેઇનમાં સામેલ થતાં ટ્વિટ કર્યું અને લખ્યું, મને #MainBhiChowkidar કેમ્પેઇનમાં સામેલ થવા પર ગર્વ છે. એક નાગરિક હોવાને લીધે ભારતને પ્રેમ કરું છું. હું ભ્રષ્ટાચાર, ગંદગી, ગરીબી અને આતંકવાદને હટાવવાની પૂરી કોશિશ કરીશ અને એક નવા ભારતના નિર્માણમાં મદદ કરીશ જે મજબૂત, સુરક્ષિત અને સમૃદ્ધ હોય.
ત્યાં જ, આ ટ્વિટ જોઇને બોલિવૂડ અભિનેત્રી રેણુકા શહાણે ભડકી હતી. રેણુકાએ એમજે અકબરને ટ્વિટર પર જ જવાબ આપતાં કહ્યું કે, જો તમે પણ ચોકીદાર છો તો કોઇ મહિલા સુરક્ષિત નથી. રેણુકા શહાણેએ આ ટ્વિટમાં લખ્યું #BesharmiKiHadd અને તેણે આમાં IndiaMeTooને પણ ટેગ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, #MeToo અભિયાન ભાજપના નેતા એમજે એકબરનું નામ સામે આવ્યું હતું. એમજે અકબર પર લગભગ 20 મહિલા પત્રકારોએ જાતીય શોષણનો આરોપ મૂક્યો હતો. તે બાદ સોશિયલ મીડિયામાં હંગામો થયો હતો અને વિપક્ષી પાર્ટીઓ દ્વારા તેમના રાજીનામાની માગ કરવામાં આવી હતી. જે બાદ એમજે અકબરને વિદેશ રાજ્યમંત્રીના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.Agar aap bhi chowkidaar hain toh koi mahila surakshit nahi #BesharmiKiHadd @IndiaMeToo https://t.co/CQyIBm0waL
— Renuka Shahane (@renukash) March 16, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
શિક્ષણ
દેશ
Advertisement