શોધખોળ કરો
8 વર્ષ બાદ બોલીવુડમાં કમબેક કરશે આ હોટ એક્ટ્રેસ, હેમા માલિનીની છે ભત્રીજી
મધુ સોશિયલ મીડિયા પર લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે. તેણે પહચાન, એલાન, પ્રેમ રોગ, જાલિમ, દિલજલે, જનતા કી અદાલત જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. આ ઉપરાંત કન્ન્ડ, તમિલ, મલયાલમ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ટીવી સીરિયલ દેવી અને આરંભમાં પણ તેણે રોલ કર્યો છે. મધુ મૂળ રીતે તમિલ છે અને તે હેમા માલિનીની ભત્રીજી થાય છે.

મુંબઈઃ 1991માં અજય દેવગનની સુપર હિટ ફિલ્મ ફૂલ ઔર કાંટેથી બોલીવુડમાં પ્રવેશ કરીને લાઇમલાઇટમાં આવેલી એક્ટ્રેસ મધુ હાલ ફરી એક વખત સમાચારમાં છે. મધુ 8 વર્ષ બાદ બોલીવુડમાં હોરર કોમેડી ફિલ્મ ખલી બલીથી કમબેક કરશે. તેની છેલ્લી હિન્દી ફિલ્મ લવ યૂ મિસ્ટર કલાકાર હતી. મધુએ અનેક હિન્દી અને સાઉથ ઈન્ડિયન ફિલ્મોમાં કામ કર્યું છે. આજે પણ તેને મણિરત્નમની ફિલ્મ રોઝા માટે ઓળખવામાં આવે છે.
મધુ સોશિયલ મીડિયા પર લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે. તેણે પહચાન, એલાન, પ્રેમ રોગ, જાલિમ, દિલજલે, જનતા કી અદાલત જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. આ ઉપરાંત કન્ન્ડ, તમિલ, મલયાલમ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ટીવી સીરિયલ દેવી અને આરંભમાં પણ તેણે રોલ કર્યો છે. મધુ મૂળ રીતે તમિલ છે અને તે હેમા માલિનીની ભત્રીજી થાય છે.View this post on Instagram
મધુએ માતૃત્વ પર ધ્યાન આપવા ફિલ્મોમાંથી બ્રેક લીધો હતો. તેણે 1999માં આનંદ શાહ સાથે લગ્ન કર્યા હતા. મધુને સંતાનમાં બે દીકરીઓ છે. મધુએ થોડા સમય પહેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મારા બાળકો નાના હોવાથી હું તેમના પર ધ્યાન આપવા માંગતી હતી. તેથી ફિલ્મોમાં મેં બ્રેક લીધો હતો. હિન્દી ફિલ્મોમાં હજુ પણ કામ કરવા તૈયાર છું પણ હવે વધારે ઓફર આવતી નથી.View this post on Instagram
View this post on Instagram
વધુ વાંચો





















