Madhuri Dixit Anniversary: માધુરી દિક્ષિતના લગ્નને થયા 22 વર્ષ, વીડિયો શેર કરીને પતિ સાથેના મેજિકલ સફરની બતાવી ઝલક
Madhuri Dixit 22nd Anniversary: માધુરી દિક્ષિત લગ્નની 22મી વર્ષગાંઠ ઉજવી રહી છે. આ અવસરે તેમણે વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે શ્રીરામ સંગ તેમની જર્નિને દર્શાવી છે.

Madhuri Dixit 22nd Wedding Anniversary:બોલિવૂડની ધક-ધક ગર્લ માધુરી દિક્ષિતે જ્યારે 1999ની 17 ઓક્ટોબરે પતિ શ્રીરામ સાથે લગ્ન કર્યાં તો તેને ચાહનારના દિલ તૂટી ગયા હતા. 90ના દશકમાં ફિલ્મ જગતમાં માધુરી દિક્ષિતનો સિક્કો ચાલતો હતો. એ સમયે દિગ્ગજમાં દિગ્ગજ ફિલ્મમેકર્સ તેને લઇને ફિલ્મ બનાવવા ઉત્સુક રહેતા હતા. માધુરી દિક્ષિતની સ્માઇલ જ કોઇને પણ દિવાના બનાવવા માટે કાફી હતી. તેની એક્ટિંગ જ શાનદાર ન હતી તે એક બેસ્ટ ડાન્સર પણ હતી. માધુરીના ડાન્સ મૂવ્સ જોવા માટે થિયેટર્સ હાઉસ ફુલ થઇ જતાં હતા.
માધુરી દિક્ષિત ભલે હવે મોટા પડદા પર બહુ ઓછી નજર આવે છે. જો કે તેના ફેન ફોલોઇંગ સંખ્યાબંધ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં માધુરી દિક્ષિતનું નામ સંજય દત્ત સહિત અનેક એકટર સાથે જોડાયું. જો કે ધક્ ધક્ ગર્લે ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર અમેરિકાના ડોક્ટર શ્રીરામ સાથે લગ્ન કર્યાં તે વર્ષો સુધી અમેરિકામાં રહી જો કે હવે બાળકો પતિ સાથે મુંબઇમાં શિફટ થઇ ગઇ છે. આજે માધુરી તેમના લગ્નની 22મી મેરેજ એનેવર્સરી સેલિબ્રેટ કરી રહી છે.
આ ખાસ અવસરે માધુરીએ એક સુંદર વીડિયો શેર કર્યો છે. જેમાં માધુરી દીક્ષિતે ડોક્ટર શ્રીરામ સાથેનો સફરને વર્ણવાની કોશિશ કરી છે. કેપ્શનમાં માધુરીએ લખ્યું કે, શ્રીરામ સાથે તેમની યાત્રા જાદુઇ રહી.
[ધુરીના આ વીડિયોને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યાં છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 3 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યાં છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો છેલ્લી વખત તે ડાન્સ દિવાને સિઝન-3માં જોવા મળી હતી. માધુરી દિક્ષિતના આ વીડિયોને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યાં છે.
View this post on Instagram
માધુરીના આ વીડિયોને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યાં છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 3 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યાં છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો છેલ્લી વખત તે ડાન્સ દિવાને સિઝન-3માં જોવા મળી હતી.માધુરી દિક્ષિતના આ વીડિયોને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યાં છે.
આ પણ વાંચો
India Corona Cases: દેશમાં કોરોનાના કેસ ઘટીને થયા બે લાખથી ઓછા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો
કેરળમાં વરસાદથી તબાહી, કેટલીક નદીઓ થઇ બેકાંઠે, કોટ્ટાયમમાં 6ના મોત-4 લાપતા, જાણો વિગતે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
