કેરાલામાં વરસાદથી તબાહી, કેટલીક નદીઓ થઇ બેકાંઠે, કોટ્ટાયમમાં 6ના મોત-4 લાપતા, જાણો વિગતે
વરસાદના કારણે ત્રિવેન્દ્રમ, કોલ્લ્મ,પદનમાટિટ્ટા, કોટ્ટાયમ, ઇદુકીમાં નદીઓ બે કાંઠે થઇ છે અને કેટલીક કેનાલો પણ ઓવરફ્લૉ થઇ રહી છે.
નવી દિલ્હીઃ દક્ષિણનુ રાજ્ય કેરાલામાં સતત પડી રહેલા વરસાદે તબાહી મચાવી દીધી છે. ભારે વરસાદના કારણે કેટલીય નદીઓ ઓવરફ્લૉ થઇ છે, અને કેટલીય જગ્યાએ ભેખડો ધસી પડતા સ્થિતિ એકદમ ખરાબ થઇ રહી છે. અત્યાર સુધી મળેલી માહિતી પ્રમાણે કોટ્ટાયમમાંથી 6 લોકોના મૃતદેહો મળ્યા છે, અને હજુ પણ 4 લોકો લાપતા છે. કેરાલામાં કેટલાય લોકો બેઘરો થઇ ગયા છે. અરબ સાગરમાં લૉ પ્રેશર એરિયા કેરાલા તટ પહોંચી ગયુ છે, જેના કારણે દક્ષિણ અને મધ્ય કેરાલામાં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે ત્રિવેન્દ્રમ, કોલ્લ્મ,પદનમાટિટ્ટા, કોટ્ટાયમ, ઇદુકીમાં નદીઓ બે કાંઠે થઇ છે અને કેટલીક કેનાલો પણ ઓવરફ્લૉ થઇ રહી છે.
પાંચ જિલ્લાઓમાં રેડ એલર્ટ-
કેરાલામાં ભારે વરસાદના કારણે કેટલાય વિસ્તારોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે. હવામાન વિભાગના અધિકારીઓએ રાજ્યના પાંચ જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવનાને ધ્યાનમાં રાખતા રેડ એલર્ટ જાહેર કર્યુ છે.આ રેડ એલર્ટ આગામી બે દિવસ માટે જાહેર કરવામાં આવ્યુ છે. વળી કેટલાય વિસ્તારોમાં વરસાદને લઇને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરી દેવાયુ છે. આ જિલ્લા છે ત્રિવેન્દ્રમ, અલપુલા, પાલક્કડ, મલપ્પુરમ, કોલિકૉડ અને વાયનાડમાં એરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
રાહત બચાવ માટે સેના કામે લાગી-
પુરથી એવી ભયાનક સ્થિતિ સર્જાઇ છે કે ચારેય બાજુ તબાહી જ તબાહી છે. આ બધઆની વચ્ચે રવિવારે પણ ભારે વરસાદનુ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.સ્થિતિ એવી છે કે રાજ્યમાં બચાવ અને રેસ્ક્યૂ માટે આર્મી અને એનડીઆરએફની ટીમોને તૈનાત કરવામાં આવી છે.સેનાની એક ટુકડી કોટ્ટયમમાં તૈનાત છે, વળી એક બીજી ટુકડી ત્રિવેન્દ્રમમાં તૈનાત કરવામાં આવી છે. એનડીઆરએફની 7 ટીમો પણ રાહત બચાવ કાર્યમાં લાગી છે. એરફોર્સને હાલ તૈયાર રહેવાનુ કહેવામાં આવ્યુ છે. Mi 17 અને સારંગ હેલિકૉપ્ટર સ્ડેન્ડબાય પર છે.