શોધખોળ કરો

India Corona Cases: દેશમાં કોરોનાના કેસ ઘટીને થયા બે લાખથી ઓછા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

India Covid-19 Update: છેલ્લા 24 કલાકમાં 14,146 નવા કેસ નોંધાયા છે અને 144  સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 19,788 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.

India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના મામલા ફરીથી ઘટ્યા છે. રવિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 14,146 નવા કેસ નોંધાયા છે અને 144  સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 19,788 દર્દીએ કોરોનાને મ્હાત આપી હતી.  એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,95,846 પર પહોંચી છે.

છેલ્લા 16 દિવસમાં નોંધાયેલા કેસ

  • 1 ઓક્ટોબરઃ 26,727
  • 2 ઓક્ટોબરઃ 24,534
  • 3 ઓક્ટોબરઃ 22,842
  • 4 ઓક્ટોબરઃ 20,799
  • 5 ઓક્ટોબરઃ 18,346
  • 6 ઓક્ટોબરઃ 18,383
  • 7 ઓક્ટોબરઃ 22,431
  • 8 ઓક્ટોબર: 21,527
  • 9 ઓક્ટોબરઃ 19,740
  • 10 ઓક્ટોબરઃ 18,106
  • 11 ઓક્ટોબરઃ 18,132
  • 12 ઓક્ટોબરઃ 14,313
  • 13 ઓક્ટોબરઃ 15,823
  • 14 ઓક્ટોબરઃ 18,987     
  • 15 ઓક્ટોબરઃ 16,862
  • 16 ઓક્ટોબરઃ 15,981

દેશમાં કોરોનાની શું છે સ્થિતિ

  • કુલ કેસઃ 3 કરોડ 40 લાખ 67 હજાર 719
  • કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 34 લાખ 19 હજાર 749
  • કુલ એક્ટિવ કેસઃ 1 લાખ 95 હજાર 846
  • કુલ મોતઃ 4 લાખ 52 હજાર 124

દેશમાં કેટલા લોકોને અપાઈ રસી

દેશમાં અત્યાર સુધીમાં 97,65,89,504 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 41,20,772 લોકોને ગઈકાલે રસી આપવામાં આવી હતી.   જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો હોય તેમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે.  

કોરોના સંક્રમણને રોકવા દિવાળી-ક્રિસમસ મહત્વપૂર્ણઃ ડો. ગુલેરિયા

કોરોનાનાનું સંક્રમણ ફરી ધીમી ગતિ વધી રહ્યું છે ત્યારે    દિલ્લી એમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદિપ ગુલેરિયાએ આવનાર થોડા સપ્તાહ મહત્વૂપૂર્ણ હોવાના અને આ સમયમાં વધુ સાવધાન રહેવાની સલાહ આપી છે. ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, ધીમી ગતિએ વધી રહેલા કોરોના ઇન્ફેકશનને ડાઉન કરવા માટે આવનાર થોડા સપ્તાહ વધુ ધ્યાન રાખવાની જરૂર છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ આગામી તહેવારોની સીઝન માટે કોવિડ -19 માર્ગદર્શિકા જાહેર  કર્યાના ત્રણ દિવસ બાદ ન્યુઝ એન્જસી એએનઆઇ સાથે વાત કરતા જણાવ્યું કે. હવે ફેસ્ટિવલ સિઝન શરૂ થઇ રહી છે તો બીજી તરફ કોવિડના કેસ ધીમી ગતિએ પણ વધી રહ્યાં છે. જો આ સમયે થોડી સતકર્તા અને સજાગતાથી વર્તવામાં આવશે તો કોવિડના સંક્રમણને ઓછું કરવામાં સફળતા મળી શકશે. ગુલેરિયાએ કહ્યું કે તહેવારની સિઝનમાં આપણે વધુ સાવધાન અન સતર્ક રહેવું પડશે. આવતા થોડા સપ્તાહમાં સાવધાની રાખવામાં આવે તો તો કેસમાં ઘટાડો થઇ શકે છે. આવનાર દિવાળી, ક્રિસમસના કારણે બજારમાં ભીડ થઇ શકે છે. જે વાયરસના ફેલાવાને વેગ આપી શકે છે.   

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જેલમાં રાત વિતાવ્યા બાદ અલ્લુ અર્જુન આજે  મુક્ત, સંધ્યા થિયેટર કેસમાં થઇ હતી ધરપકડ
જેલમાં રાત વિતાવ્યા બાદ અલ્લુ અર્જુન આજે મુક્ત, સંધ્યા થિયેટર કેસમાં થઇ હતી ધરપકડ
મફતામાં aadhaar update કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો કઈ વિગતો ફ્રીમાં સુધારી શકાશે
મફતામાં aadhaar update કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો કઈ વિગતો ફ્રીમાં સુધારી શકાશે
Yearly Rashifal : આ રાશિના જાતકની 2025માં વધશે મુશ્કેલી, નિવારણ માટે કરો આ ઉપાય
Yearly Rashifal : આ રાશિના જાતકની 2025માં વધશે મુશ્કેલી, નિવારણ માટે કરો આ ઉપાય
Today's Horoscope: આજે આ 4 રાશિના લોકોએ રહેવું સાવધાન, જાણો 14 ડિસેમ્બરનું 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: આજે આ 4 રાશિના લોકોએ રહેવું સાવધાન, જાણો 14 ડિસેમ્બરનું 12 રાશિનું રાશિફળ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સતાધારમાં સંપતિનો વિવાદ કેમ ?Hun To Bolish : હું તો બોલીશ : કોના બાપની દિવાળી?Allu Arjun Arrested : પુષ્પા ફેમ અલ્લુ અર્જુનને ધરપકડ બાદ વચગાળાના જામીન, કોણ કોણ આવ્યું અલ્લુના સમર્થનમાં?Bhavnagar Murder Case : વ્યાજના વિષચક્રમાં રત્નકલાકારની હત્યા, જુઓ સમગ્ર મામલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જેલમાં રાત વિતાવ્યા બાદ અલ્લુ અર્જુન આજે  મુક્ત, સંધ્યા થિયેટર કેસમાં થઇ હતી ધરપકડ
જેલમાં રાત વિતાવ્યા બાદ અલ્લુ અર્જુન આજે મુક્ત, સંધ્યા થિયેટર કેસમાં થઇ હતી ધરપકડ
મફતામાં aadhaar update કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો કઈ વિગતો ફ્રીમાં સુધારી શકાશે
મફતામાં aadhaar update કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો કઈ વિગતો ફ્રીમાં સુધારી શકાશે
Yearly Rashifal : આ રાશિના જાતકની 2025માં વધશે મુશ્કેલી, નિવારણ માટે કરો આ ઉપાય
Yearly Rashifal : આ રાશિના જાતકની 2025માં વધશે મુશ્કેલી, નિવારણ માટે કરો આ ઉપાય
Today's Horoscope: આજે આ 4 રાશિના લોકોએ રહેવું સાવધાન, જાણો 14 ડિસેમ્બરનું 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: આજે આ 4 રાશિના લોકોએ રહેવું સાવધાન, જાણો 14 ડિસેમ્બરનું 12 રાશિનું રાશિફળ
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
ડોનાલ્ડ ટ્રમ્પે 18000 ભારતીયોને 'કાઢી મૂકવાની' તૈયારી કરી છે! શપથ લેતાં જ...
ડોનાલ્ડ ટ્રમ્પે 18000 ભારતીયોને 'કાઢી મૂકવાની' તૈયારી કરી છે! શપથ લેતાં જ...
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
Embed widget