શોધખોળ કરો
Advertisement
મલાઇકા અરોડા 47 વર્ષની વયે પણ દેખાઇ છે યંગ અને બ્યુટીફુલ, સિક્રેટ છે આ ત્રણ યોગાસન
મલાઇકાની ઉંમર હાલ 47 વર્ષની છે પરંતુ તે આજે પણ એટલી જ યંગ અને બ્યુટીફુલ દેખાઇ છે. તેની ગ્લોઇંગ સ્કિનનું રાજ આ ત્રણ યોગાસન છે.
બોલિવૂડ: અભિનેત્રી મલાઇકા વધતી ઉંમર સાથે વધુ બ્યુટીફુલ દેખાઇ છે. તેમની બ્યુટીફુલ ગ્લોઇંગ સ્કિન અને તેમની સુંદરતાને જોઇને કોઇ તેની ઉંમરનો અંદાજ ન લગાવી શકે, મલાઇકાને જોઇને એવું લાગે છે કે, દર વર્ષે તેમની ઉંમર તો વધે છે પરંતુ તે વધતી ઉંમર સાથે વધુને વધુ યંગ દેખાઇ છે. 18 વર્ષની દીકરીના માતા મલાઇકા ફિટનેસ પર જબરદસ્ત ધ્યાન આપે છે.
મલાઇકાનું બ્યુટી સિક્રેટ યોગાસન છે. તેમણે ત્રણ યોગાસન તેમના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા બ્યુટી સિક્રેટ શેર કર્યું છે.
સેતુબંધાસન
ઇન્સ્ટાગ્રામમાં મલાઇકાએ સેતુબંધાસન કરતા ફોટો શેર કર્યો છે. કેપ્શનમાં લખ્યું છે કે, આ આસનથી બ્રિજ જોવો પોઝ બને છે. તેનાથી છાતી, ગરદન અને પીઠ પર સ્ટ્રેસ આપે છે. આ આસનથી બ્લડ સર્ક્યુલેશન પણ વધે છે.
આસન કરવાની રીતView this post on Instagram
- સીધા ફ્લોર પર સૂઈ જાઓ અને હથેળીઓને જાંઘની બાજુમાં મૂકો.
- તમારા બંને ઘૂંટણ, પગ અને હિપ્સને વળાંક આપો અને હીલને હિપ્સની નજીક રાખો.
- શ્વાસ લો અને તમારા હિપ્સને ફ્લોરથી ઉંચા કરો અને તમારા પેટ અને છાતીને ઉઠાવો.
- તમારા હાથથી પીઠને ટેકો આપો.
- હવે આગળની તરફ આંગળીઓથી પગ સીધા કરો.
- 10 થી 15 સેકંડ માટે આ સ્થિતિમાં રહો અને ત્યારબાદ જૂની સ્થિતિ પર પાછા ફરો.
- જો ગરદનમાં દુખાવાની સમસ્યા હો કે, સ્પોન્ડિલાઇટિસથી પીડિત હોય તેને આ આસન કરવાનું ટાળવું જોઈએ.
સર્વાંગાસન કરવાની રીતView this post on Instagram
- આવું કરવા માટે તમારી પીઠ પર સૂઈ જાઓ.
- ધીમે ધીમે તમારા પગ ઉપરને ઉંચા કરો અને તેને 90 ° ખૂણા પર લાવો.
- હિપ્સને ઉઠાવવા સાથે પગને માથા તરફ રાખો.
- પગ, પેટ અને છાતીને ઉઠાવો અને સીધી રેખા બનાવવાનો પ્રયાસ કરો.
- ટેકો માટે તમારી પીઠ પર હથેળીઓ મૂકો.
- તમારી છાતી પર દાઢી રાખવાનો પ્રયત્ન કરો.
- 15 સેકન્ડ કે તેથી વધુ સમય માટે સ્થિતિમાં રહો
વીરભદ્રાસન આસન કરવાની રીતView this post on Instagram
- બંને પગ વચ્ચે થોડું અંતર રાખો.
- તમારા જમણા પગને 90 ડિગ્રીના ખૂણા પર અને ડાબા પગને 45 ડિગ્રી પર રાખો.
- તમારા ખભાના સ્તરે તમારા હાથને જમીનની સમાંતર લાવો.
- તમારા જમણા ઘૂંટણને વાળો અને જમણા હાથ તરફ જુઓ.
- તમારી હિપ સ્કાયર અને જમણા થાઇને જમીનની સમાંતર રાખો.
- 10 થી 15 સેકન્ડ માટે આ સ્થિતિમાં રહો અને આ યોગાસન ફરીથી કરો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
સમાચાર
આરોગ્ય
Advertisement