શોધખોળ કરો
#MeTooને સપોર્ટ કરનાર આ એક્ટ્રેસના પિતા સામે જ લાગ્યો જાતીય શોષણનો આરોપ
1/4

નિશાએ પોતાની બીજી ટ્વિટમાં લખ્યું છે કે, બે દિવસ બાદ દાસની દીકરી અને ફેમસ ફિલ્મ એક્ટર-ડાયરેક્ટર નંદિતા દાસે તેને ફોન કર્યો, અને પૂછ્યું કે, શું તે પોતાની જેમ બીજી કોઈ મહિલા સહાયક શોધવામાં તેમની મદદ કરી શકે છે. નિશાએ કહ્યું કે, નંદિતાએ મને પોતાના વિશે જણાવ્યું અને કહ્યું કે, મારા પિતાએ મને તારો નંબર આપ્યો છે. આજે એ વ્યક્તિની બેશરમી પર મને અકળામણ થઈ રહી છે. જોકે, જતિન દાસે આ ઓરોપોને નકારતા કહ્યું કે, આજકાલ લોકોની વિરુદ્ધ આરોપ લગાવવાનો એક ખેલ ચાલી રહ્ય છે, જેનો હેતુ માત્ર મૌજ કરવાનો છે. તેમણે પોતાના પર લાગેલા આરોપોને અશ્લીલ બતાવ્યા છે.
2/4

બોરાએ આગળ કહ્યું કે, તેમણે મને પકડવાનો પ્રયાસ કર્યો હતો. હું ત્યાંથી બચી નીકળી તો બાદમાં ફરીથી તેમણે એવું કર્યું. મેં તેમને ધક્કો આપ્યો અને તેમનાથી દૂર જતી રહી હતી. નિશાએ લખ્યું કે, તે સમયે જતિન દાસે કહ્યું હતું કે, ‘અરે સારું લાગશે.’ મને યાદ છે કે જ્યારે હું પાછળ હટી રહી હતી ત્યારે તેમને આ વાત પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. મેં મારો બગલથેલો ઉઠાવ્યો અને ઘર તરફ ભાગી ગઈ હતી. આ વિશે મેં ક્યારેય વાત નથી કરી, પણ હવે કરી રહી છું.
Published at : 17 Oct 2018 11:23 AM (IST)
View More
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















