શોધખોળ કરો

પ્રેગ્નન્સી દરમિયાન થયું હતું એક્ટ્રેસના પતિનું મોત, કહ્યું લોકોના ટોણાથી હસવાનું ભૂલી ગયેલી

ચિરંજીવીનું 39 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. તે દરમિયાન મેઘના ગર્ભવતી હતી. મેઘનાએ એકલા હાથે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.

ચિરંજીવીનું 39 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. તે દરમિયાન મેઘના ગર્ભવતી હતી. મેઘનાએ એકલા હાથે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. એક ઈન્ટરવ્યુમાં મેઘનાએ જણાવ્યું કે તે દિવસોમાં તે એકલી કેવી રીતે રડતી હતી. મુશ્કેલ સમયને યાદ કરીને મેઘનાએ જણાવ્યું કે લોકોના મેણાંટોણાં સહન કરવા કેટલા પીડાદાયક હતા. દક્ષિણ ભારતીય અભિનેત્રી મેઘના રાજે એપ્રિલ 2018માં તેના સપનાના રાજકુમાર ચિરંજીવી સરજા સાથે લગ્ન કર્યા હતા. મેઘના અને ચિરંજીવીએ લગ્ન પહેલા દસ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા. પરંતુ નસીબને લાંબા સમય સુધી તેમનો સાથ મંજૂર ન હતો. 7 જૂન 2020ના રોજ ચિરંજીવીએ આ દુનિયાને અલવિદા કહ્યું. તેના ગયા પછી મેઘનાએ એકલા હાથે બધું મેનેજ કરવું પડ્યું. લોકો તેને ઘણા બિહામણા ટોણા પણ આપતા હતા. મેઘનાએ કહ્યું કે તે હસતાં પણ ડરતી હતી.

લોકોએ અભિનેત્રીને મેણાંટોણાં માર્યા

ચિરંજીવીનું 39 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. તે દરમિયાન મેઘના ગર્ભવતી હતી. મેઘનાએ એકલા હાથે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. એક ઈન્ટરવ્યુમાં મેઘનાએ જણાવ્યું કે તે દિવસોમાં તે એકલી કેવી રીતે રડતી હતી. મુશ્કેલ સમયને યાદ કરીને મેઘનાએ જણાવ્યું કે લોકોનો ખરાબ વ્યવહાર કેટલો પીડાદાયક હતો. અલગ-અલગ લોકો તેમને અલગ-અલગ સોલ્યુશન આપતા હતા. મેઘનાએ કહ્યું- ઘણા લોકો મારી પાસે આવતા હતા અને ઘણી વસ્તુઓ કરતા હતા અને ઇચ્છતા હતા કે હું તેમની જેમ આ દુ:ખને દૂર કરવાનો પ્રયાસ કરું. પરંતુ હું તે લોકો જેવી નહોતી. જેથી તેઓ જે કહેતા હતા તેવું હું નહોતી કરી શકતી. તેઓ ઈચ્છતા હતા કે હું વિધવા સ્ત્રીઓ જેવું વર્તન કરું.તેઓને લાગતું હતું કે તેઓ સાચા છે. તેઓને લાગતું હતું કે તે કહે તેવું હું વર્તન કરું. જો કે મારી રીત અલગ હતી.

હસતાં પણ ડર લાગતો હતો 

મેઘનાએ કહ્યું કે તે હસવાનું ભૂલી ગઈ હતી. કારણ કે જો તેણે આવું કર્યું તો લોકો તેને જજ કરવા લાગશે. લોકો વાતો કરતા હતા કે પતિના ગયા પછી પણ તે કેવી રીતે ખુશ છે. તેમણે લોકોની મીન કોમેન્ટનો પણ ઉલ્લેખ કર્યો. તેણે કહ્યું કે કેવી રીતે લોકો તેને વારંવાર પૂછતા હતા કે તું આ દુખમાંથી ક્યારે બહાર નિકલીશ. મેઘનાએ કહ્યું- ઘણા લોકો એવા હતા જે મને આવતા અને કહેતા કે મને નથી લાગતું કે ચિરંજીવીના જવાથી બીજા કોઈને આટલો ફરક પડ્યો હોય. હું વિચારતી હતી કે તમને કઈ રીતે ખબર. કે કોને કેટલો ફરક પડ્યો હશે. એવું ઘણીવાર થયું કે હું જોરજોરથી હસવા માંગતી હતી પરંતુ હું આવું કરી શકી નહી. લોકો શું વિચારશે તેની મને બીક હતી. લોકો મને જજ કરશે કે હું જલ્દી હસવા લાગી. તેઓ મને પૂછશે કે- તરું દુ:ખ પૂરું થઈ ગયું. હવે તું ઠીક છે. આ બધુ વિચારી તમે કલ્પના કરી શકો છો કે હું ખરેખર કેટલી ડરી ગઈ હતી.

હું પણ માણસ છું

બીજી તરફ લોકો તરફથી મળેલી સહાનુભૂતિ વિશે જણાવતા મેઘનાએ કહ્યું - ઘણા લોકો ખૂબ જ ખરાબ વિચારો ધરાવતા હતા પણ. જેમણે એમ પણ કહ્યું કે તેના પ્રત્યે સહાનુભૂતિ ન બતાવો, તેની પાસે બધું છે. મારો મતલબ, મારી પાસે બધું છે. હું સારી રીતે સેટલ ફેમિલી બેકગ્રાઉન્ડમાંથી આવું છું. હું આરામદાયક જીવન જીવી શકું છું. પણ એનો અર્થ એ નથી કે હું માણસ નથી. શું મારો સંબંધ નકલી છે? તેનો અર્થ એ નથી કે મને પીડા નથી થતી. લોકો આવી કોમેન્ટ કેવી રીતે કરી શકે.

ટોપ સ્ટોરી

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Embed widget