તાહિરા કશ્યપે ટ્વિટ કરતા કહ્યું, મને આશરે 20 વર્ષ બાદ શાંતિ મળી, જ્યારે મે તેને મારા પતિ અને પરિવારજનો સાથે શેર કર્યું. મોટાભાગે નજીકના સબંધિઓ, જેના પર સૌથી વધારે વિશ્વાસ કરી શકીએ તેઓ જ તમારી સાથે આ પ્રકારનું વર્તન કરી શકે છે. મને ખબર છે કે યૌનશોષણ થવા પર કેવું લાગે છે. તે વર્ષો સુધી આપણી અંદર રહે છે અને યાદ કરતાની સાથે જ ધ્રુજી જવાય છે.
2/3
તાહિરા કશ્યપે કહ્યું તે શારીરિક સ્પર્શથી ડરવા લાગી હતી અને કહ્યું, આયુષ્યમાન છે જેણે પ્રેમ અને ધૈર્ય સાથે તેના ઘા ભર્યા છે.
3/3
મુંબઈ: દેશમાં યૌનશોષણ પર ચાલી રહેલા #Metoo કેમ્પેઈન પર બોલીવૂડ અભિનેતા આયુષ્માન ખુરાનાની પત્ની અને લેખિતા-નિર્દેશક તાહિરા કશ્યપે પોતાના વિચાર રજૂ કર્યો છે. તાહિરાએ કહ્યું, મોટાભાગે યૌન શોષણ નજીકના સબંધિઓ દ્વારા જ કરવામાં આવે છે. નાનપણમાં યૌનશોષણનો સામનો કરી ચુકેલી 35 વર્ષની લેખિકાએ ટ્વિટર પર એક લાંબી પોસ્ટના માધ્યમથી પોતાની સ્ટોરી શેર કરી છે.