Mirzapur 3: વેબ સિરીઝ મિર્ઝાપુરની ત્રીજી સીઝન ક્યારે આવશે? જાણીને ફેન્સ ખુશ થઇ જશે
Mirzapur 3 : મિર્ઝાપુર સિરીઝની બંને સીઝન દર્શકોને ખૂબ પસંદ આવી છે. આ જ કારણ છે કે લોકો તેના ત્રીજા ભાગની રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં અભિનેત્રી રસિકા દુગ્ગલે ફેન્સ સાથે એક સારા સમાચાર શેર કર્યા છે.
Mirzapur web series : એમેઝોન પ્રાઇમની વેબ સિરીઝ મિર્ઝાપુરની સીઝન 2 ને દર્શકો તરફથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે. આ પછી આ સીરીઝની ત્રીજી સીઝનની રાહ જોવાની પણ શરૂ થઈ ગઈ. હવે તેના ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે.
મિર્ઝાપુર સિરીઝમાં કાલિન ભૈયાની પત્નીની ભૂમિકા ભજવનાર અભિનેત્રી રસિકા દુગ્ગલે તાજેતરમાં એક પોસ્ટ શેર કરી છે. આના પરથી લાગે છે કે, 'મિર્ઝાપુર 3'માં તમે મુન્ના ભૈયા અને બીના ત્રિપાઠી સિવાય કાલિન ભૈયા, ગુડ્ડુ પંડિત, પોતે એટલે કે રસિકા દુગ્ગલને જોશો, પરંતુ વાર્તાને વધુ રસપ્રદ બનાવવા માટે, સ્ટારકાસ્ટમાં કેટલાક વધુ ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિડીયોમાં તમે જોઈ શકો છો કે, 'મિર્ઝાપુર'ના ઘણા નવા ચહેરાઓ સિવાય જૂના ચહેરા કેમેરા સામે પોઝ આપતા જોવા મળ્યા છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સમાં તેને લઈને એક અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. જુઓ આ વિડીયો -
View this post on Instagram
વાર્તામાં નવો વળાંક આવશે
કાલીન ભૈયા અને ગુડ્ડુની લડાઈ હવે આ શ્રેણીમાં એક નવી રીતે આગળ વધશે. અહેવાલો અનુસાર, પંકજ ત્રિપાઠી અને અલી ફઝલ સાથે શ્વેતા ત્રિપાઠી શર્મા, રસિકા દુગલ, વિજય વર્મા, હર્ષિતા ગૌર, અંજુમ શર્મા, પ્રિયાંશુ પૈન્યુલી, શીબા ચઢ્ઢા અને રાજેશ તૈલાંગ ફરી એકવાર સાથે જોવા મળશે. આ સાથે દરેકના મનમાં આ સવાલ પણ છે કે આ સિરીઝ ક્યારે રિલીઝ થશે.
તેના જવાબમાં રસિકા દુગ્ગલે પોસ્ટ સાથે લખ્યું છે કે, “મિર્ઝાપુર સિઝન 3 આવશે…” હવે માત્ર પ્રાઇમ વીડિયો જ કહી શકે છે કે તે ક્યારે આવશે. હવે દરેક સારી વસ્તુ માટે રાહ જોવી પડે છે... તૈયાર રહો!' હવે ભલે તેણે તારીખ નથી જણાવી, પરંતુ તેણે ચોક્કસપણે પુષ્ટિ કરી છે કે આ શ્રેણી ટૂંક સમયમાં સ્ટ્રીમ કરવામાં આવશે.