શોધખોળ કરો
બોલિવૂડની આ હોટ એક્ટ્રેસે કરી 24 કલાક પોલીસ સુરક્ષાની માગ, જાણો શું છે કારણ.....
1/3

નવી દિલ્હીઃ નાના પાટેકર પર ગેરવર્તણૂંકનો આરોપ લગાવ્યા બાદ ચર્ચામાં આવેલ તનુશ્રી દત્તાને રાજ ઠાકરેની પાર્ટીએ હુમલાની ધમકી આપી હતી. ત્યાર બાદ તનુશ્રીએ પોલીસ સુરક્ષાની માગ કરી છે. તનુશ્રીની આ માગને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે તનુશ્રી દત્તાના ઘરની બહાર 24 કલાક સશસ્ત્ર જવાન હાજર કરી દીધા છે.
2/3

તનુશ્રી દત્તાએ તેને મળેલ સુરક્ષા બદલ મુંબઈ પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે. તાજાતેરમાં જ તનુશ્રી દત્તાએ કહ્યું હતું કે, નાના પાટેકરના કહેવા પર મનસેના ગુંડાઓએ આશરે 10 વર્ષ પહેલા તેની કાર પર હુમલો કર્યો હતો, તેની ગાડીના કાચ તોડ્યા હતા અને તેના પર પણ હુમલો કર્યો હતો.
Published at : 03 Oct 2018 07:35 AM (IST)
View More





















