શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કંગના રનૌત અને તેની બહેન રંગોલીને મુંબઈ પોલીસે પાઠવ્યું સમન્સ., જાણો ક્યારે પૂછપરછ માટે થવું પડશે હાજર
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ ડાયરેક્ટરનું કામ કરી રહેલા સોહેલ સૈયદે કોર્ટમાં કંગના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની અરજી કરી હતી.
મુંબઈઃ મુંબઈ પોલીસે અભિનેત્રી કંગના રનૌત અને તેની બહેન રંગોલી ચંદેલને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. બંનેએ સોમવારે અને મંગળવારે પૂછપરછ માટે હાજર થવું પડશે.
કોર્ટમાં કંગના વિરુદ્ધ કેસ કરવા માટે અરજી દાખલ કરવામાં આવી હતી. મહોમ્મદ સાહિર અશરફ અલી સૈય્ય નામની વ્યક્તિએ કંગના વિરૂદ્ધ મુંબઈની બાંદ્રા કોર્ટમાં અરજી કરતાં કહ્યું હતું કે, કંગના રનૌત પોતાના ટ્વીટ દ્વારા બોલિવૂડમાં હિંદુ-મુસ્લિમ સમુદાયમાં ઝઘડા કરાવવાનો પ્રયત્ન કરી રહી છે. તેમનું કહેવું છે કે, કંગની બન્ને સમુદાયોની વચ્ચે નફરતને પ્રોત્સાહન આપી રહી છે. એવામાં કંગના પર સાંપ્રદાયિકતાને પ્રોત્સાહન આપાવનો આરોપ છે જેના કારણે બાંદ્રા કોર્ટમાં કંગના વિરૂદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો.
છેલ્લા 15 વર્ષથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ ડાયરેક્ટરનું કામ કરી રહેલા સોહેલ સૈયદે કોર્ટમાં કંગના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની અરજી કરી હતી. સોહેલે કંગના પર આરોપ લગાવ્યો કે કંગનાના કારણે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં જાત-પાત શરુ થઈ ગઈ છે. 15 વર્ષ પહેલા આવી સ્થિતિ નહોતી. કંગના જે આરોપ લગાવે છે તેનો તેની પાસે કોઈ તથ્ય હોતું નથી.
કંગની રનૌત મોટેભાગે પોતાના ટ્વીટને લઈને ચર્ચામાં રહે છે. પોતાના ટ્વીટને કારણે કંગના વિવાદોમાં પણ રહે છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કંગના ટૂંકમાં જ આવનારી ફિલ્મ ‘થલાઈવી’માં જોવા મળશે. આ ફિલ્મ જયલલિતાની બાયોપિક ફિલ્મ છે જેમાં કંગના તેની ભૂમિકા ભજવતી જોવા મળશે. ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion