શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
નાના પાટેકર પણ કોરોના સામેની લડાઈમાં આવ્યા આગળ, PM અને CM રાહત ફંડમાં દાન કર્યા આટલા રૂપિયા ?
સૌથી મહત્વની બાબત એ છે કે તમે ઘરની બહાર ન જાઓ. આ સમયે, ઘરે રહેવું એ દેશની સૌથી મોટી સેવા છે. આ રીતે, નાના પાટેકરે દાનની સાથે સંદેશ પણ આપ્યો છે.
મુંબઈ: કોરોના વાયરસની મહામારીના કારણે સરકાર દ્વારા ભારતમાં લોકડાઉન જાહેર કરાયું છે. લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી રહી છે. કોરોના વાયરસની મહામારીના કારણે સરકાર દ્વારા ભારતમાં લોકડાઉન જાહેર કરાયું છે. લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે નાના પાટેકરે પણ આર્થિક મદદની જાહેરાત કરી છે.
નાના પાટેકરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં માહિતી આપી છે કે તેઓ પીએમ રિલીફ ફંડ અને મહારાષ્ટ્રનાં સીએમ રિલીફ ફંડમાં 50-50 લાખ રૂપિયા દાનમાં આપી રહ્યા છે. નાના પાટેકરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો દ્વારા આ સંદેશ આપ્યો છે.
નાના પાટેકરે આ દાન તેમના એનજીઓ નામ ફાઉન્ડેશન વતી આપ્યું છે. આ વીડિયોમાં નાના પાટેકર કહી રહ્યા છે કે, 'આ સમયે આપણે આપણી જાતિ, ધર્મ, સંપ્રદાયને ભૂલીને સરકાર સાથે મળીને કામ કરવું પડશે. સરકાર આવા મુશ્કેલ સમયમાં એકલી લડી શકે તેમ નથી. પીએમ અને સીએમ ફંડ્સ માટે, નામ ફાઉન્ડેશન દ્વારા 50-50 લાખનાં બે ચેક મોકલવામાં આવશે. સૌથી મહત્વની બાબત એ છે કે તમે ઘરની બહાર ન જાઓ. આ સમયે, ઘરે રહેવું એ દેશની સૌથી મોટી સેવા છે. આ રીતે, નાના પાટેકરે દાનની સાથે સંદેશ પણ આપ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ક્રિકેટ
ગુજરાત
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion