પાકિસ્તાનની પહેલી ઓસ્કાર એન્ટ્રી 'જૉયલેન્ડ' પરથી હટાવ્યો પ્રતિબંધ, શુક્રવારે થઈ શકે છે રિલીઝ
'જૉયલેન્ડ'ના કન્ટેન્ટને લઈને પાકિસ્તાનમાં ઘણો વિરોધ થયો હતો. ત્યારબાદ મંત્રાલયે પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો હતો.
પાકિસ્તાનમાં અધિકારીઓએ ફિલ્મ નિર્માતા સઇમ સાદિકની ફિલ્મ 'જૉયલેન્ડ' પર લગાવેલો પ્રતિબંધને આખરે હટાવી લીધો છે. જેને લીધે હવે આ ફિલ્મ આ શુક્રવારે રિલીઝ થઈ શકે તેમ છે. તમને જણાવી દઈએ કે 'જૉયલેન્ડ'ના ડાયરેક્ટર સઇમ સાદિક છે. હાલમાં જ આ ફિલ્મનું ટ્રેલર 4 નવેમ્બરના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું. પરંતુ પાકિસ્તાને રિલીઝ પહેલા જ ફિલ્મ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. માહિતી અને પ્રસારણ મંત્રાલયે ફિલ્મમાં 'ખૂબ જ વાંધાજનક સામગ્રી' હોવાનું કહીને તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
'જૉયલેન્ડ' કન્ટેન્ટને લઈને વિરોધ થયો હતો.
'જૉયલેન્ડ'ના કન્ટેન્ટને લઈને પાકિસ્તાનમાં ઘણો વિરોધ થયો હતો. ત્યારબાદ મંત્રાલયે આ નિર્ણય લીધો હતો. મંત્રાલયે એક નોટિફિકેશન બહાર પાડીને કહ્યું હતું કે, "લેખિત ફરિયાદો મળી હતી કે ફિલ્મમાં અત્યંત વાંધાજનક સામગ્રી છે જે આપણા સમાજના મૂલ્યો અને ધોરણો સાથે સુસંગત નથી."
After the full board review by the censor board, #Joyaland has been allowed for release all across Pakistan with minor cuts. Distributors are optimistic for November 18 release as initially planned. Congratulations to the entire team and all those who campaigned #ReleaseJoyland
— Rafay Mahmood (@Rafay_Mahmood) November 16, 2022
આ ફિલ્મ 18 નવેમ્બરે રિલીઝ થઈ શકે છે
બુધવારે એક્સપ્રેસ ટ્રિબ્યુન માટે લખતા પત્રકાર રાફે મેહમૂદે ટ્વીટ કર્યું, કે "સેન્સર બોર્ડ દ્વારા સંપૂર્ણ બોર્ડ સમીક્ષા પછી, #Joyland ને નાના કાપ સાથે એટલે કે વાંધાજનક દ્રશ્યોને નિકાળીને સમગ્ર પાકિસ્તાનમાં રિલીઝ કરવાની મંજૂરી આપવામાં આવી છે. ડિસ્ટ્રિબ્યુટર 18 નવેમ્બરે રિલીઝ થવાની અપેક્ષા રાખે છે. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે ફિલ્મ પર ક્યારેય સત્તાવાર રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો ન હતો. જો કે, હવે ફિલ્મ વિતરકો વસ્તુઓને આગળ વધારવા માટે NOC પ્રમાણપત્રની રાહ જોઈ રહ્યા છે.
'જૉયલેન્ડ' પાકિસ્તાનની પ્રથમ ઓસ્કાર એન્ટ્રી છે
'જૉયલેન્ડ' પ્રથમ પાકિસ્તાની ફિલ્મ છે જેને ઓસ્કારમાં મોકલવામાં આવી છે. ઓસ્કાર પહેલા, 'જૉયલેન્ડ' કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ સહિત અન્ય ઘણા વિદેશી ફિલ્મ ફેસ્ટિવલમાં બતાવવામાં આવી છે. આ ફિલ્મને ક્રિટિક્સ તરફથી ઘણી પ્રશંસા મળી છે.
'જૉયલેન્ડ'ની સ્ટોરી શું છે?
'જૉયલેન્ડ' સઇમ સાદિકની દિગ્દર્શિત ફિલ્મ છે. તે 18 નવેમ્બરે પાકિસ્તાનના થિયેટરોમાં રિલીઝ થઈ શકે છે. આ ફિલ્મ એક પિતૃસત્તાક પરિવારની આસપાસ ફરે છે જે ઈચ્છે છે કે એક બાળક તેમના પરિવારને આગળ લઈ જાય. જ્યારે પરિવારનો સૌથી નાનો પુત્ર નાયક ગુપ્ત રીતે ડાન્સ થિયેટરમાં જોડાય છે અને એક ટ્રાન્સ સ્ત્રી સાથે પ્રેમમાં પડે છે ત્યારે સ્ટોરી રસપ્રદ વળાંક લે છે. જોયલેન્ડમાં સાનિયા સઈદ, અલી જુનેજો, અલીના ખાન, સરવત ગીલાની, રસ્ટી ફારૂક, સલમાન પીરઝાદા અને સોહેલ સમીર સામેલ છે.