શોધખોળ કરો
Advertisement
આ એક્ટ્રેસે સુપરસ્ટાર અજય દેવગન સાથે ફિલ્મ કરવાની ના પાડી દીધી, જાણો શું છે કારણ
અજય દેવગણ હાલ શૂટિંગમાં વ્યસ્ત છે. તેણે અનેક ફિલ્મો સાઈન કરી છે. જેમાંને એક છે ફિલ્મ ‘ભુજ : ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’.
મુંબઈઃ સુપરસ્ટાર અજય દેવગન સ્ટારર ફિલ્મ ‘ભૂજ’ છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓમાં ચાલી રહી હતી અને આ ફિલ્મમાં અભિનેત્રી પરિણીતી ચોપરાની એન્ટ્રીએ બધાને ચોંકાવી દીધા હતા. પરંતુ હવે જે સમાચારો બહાર આવી રહ્યા છે તે સાંભળીને પણ તમે ખૂબ ચોંકી જશો. મળી રહેલી માહિતી મુજબ પરિણીતી ચોપરાએ આ ફિલ્મ કરવાનો ઇનકાર કરી દીધો છે. સમાચાર પર વિશ્વાસ કરીએ તો તારીખ ન હોવાને કારણે તેણે આ ઇનકાર કર્યો છે. તે લાંબા સમયથી તે વિશે વિચારણા કરી રહી હતી.
અજય દેવગણ હાલ શૂટિંગમાં વ્યસ્ત છે. તેણે અનેક ફિલ્મો સાઈન કરી છે. જેમાંને એક છે ફિલ્મ ‘ભુજ : ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’. આ ફિલ્મ મલ્ટીસ્ટારર છે. પરંતુ આ ફિલ્મમાં કામ કરવા માટે પરિણીતી ચોપડાએ છેલ્લી ઘડીએ ના પાડી દીધી છે. હવે તે આ ફિલ્મમાં નહીં જોવા મળે.
તેના લાખો પ્રયત્નો પછી પણ, જ્યારે તારીખોને લગતી સમસ્યા સમાપ્ત થઈ નથી, ત્યારે તેણે આ અજય દેવગન સ્ટારર ફિલ્મ છોડી દેવાનું મન બનાવ્યુ. તે આ ફિલ્મમાં ખૂબ જ સારા પાત્ર ભજવવાની હતી. આ પરિણીતી ચોપરાની આવનારી ફિલ્મો છે, જેના કારણે તેણે ફિલ્મ ભૂજ છોડી દીધી.
અજયની આ ફિલ્મમાં કામ ન કરી શકવાને કારણે પરિણીતી નિરાશ છે. જોકે તેણે ‘ભુજ : ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ની આખી ટીમને શુભેચ્છા આપી છે. ફિલ્મમાં અજય સિવાય સંજય દત્ત, રાણા દુગ્ગુબાતી તેમજ સોનાક્ષી સિંહા મહત્વના રોલમાં જોવા મળશે. જોકે ફિલ્મમાં પરિણીતીની જગ્યાએ કોણ હશે તે હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.
આ ફિલ્મ 1971 નાં ભારત-પાકિસ્તાન લોંગેવાલા યુદ્ધ પર આધારિત છે. ફિલ્મમાં, અજય દેવગન સ્કવાડ્રોન લીડર વિજય કાર્ણિકની ભૂમિકામાં દેખાશે, જે આ યુદ્ધ દરમિયાન ભૂજનાં એરફોર્સ બેઝનો હવાલો સંભાળતો હતો. જો કે 1971 ની કહાની બોર્ડરમાં બતાવવામાં આવી છે, પરંતુ આ ફિલ્મ એરફોર્સનાં સંઘર્ષને સામે રાખવા જઇ રહી છે. આ ફિલ્મ આવતા વર્ષે આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement