શોધખોળ કરો
Advertisement
ભડકાઉ ભાષણ આપવા પર સ્વરા ભાસ્કર વિરુદ્ધ કોર્ટમાં અરજી દાખલ, ધર્મના આધારે સમાજના ભાગલા પાડવાનો આરોપ
સ્વરા પર ધર્મના આધારે સમાજમાં ભાગલા પાડવાને લઈ અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજી ઉત્તર પ્રદેશના કાનપુર કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.
નવી દિલ્હી: બૉલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર સામાજિક મુદ્દા પર ખચકાયા વગર પોતાની વાત રજૂ કરવા માટે જાણીતી છે. ઘણીવાર તે પોતાના નિવેદનોના કારણે વિવાદોમાં પણ રહે છે. હાલ તે સીએએના વિરોધને લઈ ચર્ચા છે. ત્યારે આ વખતે તેમની મુશ્કેલી વધતી નજર આવી રહી છે. સ્વરા પર ધર્મના આધારે સમાજમાં ભાગલા પાડવાને લઈ અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજી ઉત્તર પ્રદેશના કાનપુર કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.
કાનપુર કોર્ટમાં વિજય બક્ષી નામના વ્યક્તિએ સ્વરા પર આ અરજી દાખલ કરી છે. સ્વરા પર સમાજમાં દ્વેષ ફેલાવવા, જાતિ-ધર્મ અને સમુદાયોના ભાગવા પાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અરજીકર્તાનું કહેવું છે કે, સ્વરા ભાસ્કર પોતાના ભાષણો અને ટ્વીટ દ્વારા ભારત, સરકાર, સુપ્રીમ કોર્ટ, સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ટિપ્પણી કરી રહી છે. જેનાથી સમાજમાં ભેદભાવ પેદા થઈ રહ્યો છે.
વિજય અનુસાર, તેનાથી આપણ દેશની છબી દુનિયા સામે ખરાબ થઈ રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારતને નુકસાન થઈ રહ્યું છે. સ્વરા પર કરેલી અરજી પર સુનાવણી 20 માર્ચે થશે. ઉલ્લેખનીય છે કે, નાગરિકતા સંશોધન કાયદા અને એનઆરસીને લઈ સ્વરા સતત પોતાનો વિરોધ વ્યક્ત કરી રહી છે. તેને લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી રહી છે. જેના પર ઘણીવાર ટ્રોલ પણ થઈ છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
વડોદરા
ક્રિકેટ
Advertisement