PM Modi In Bengaluru: 'કંતારા' ફેમ રિષભ શેટ્ટી અને 'KGF' ફેમ યશે કરી PM મોદી સાથે મુલાકાત, સાઉથ સિનેમા વિશે કહી આ વાત
PM Modi In Bengaluru: કન્નડ ઉદ્યોગના સુપરસ્ટાર યશ અને ઋષભ શેટ્ટીએ બેંગલુરુમાં પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. જ્યાં દિવંગત અભિનેતા પુનીત રાજકુમારની પત્ની પણ તેઓની સાથે હાજર હતી.
![PM Modi In Bengaluru: 'કંતારા' ફેમ રિષભ શેટ્ટી અને 'KGF' ફેમ યશે કરી PM મોદી સાથે મુલાકાત, સાઉથ સિનેમા વિશે કહી આ વાત PM Modi meets actors Yash, Rishab Shetty, other Kannada film industry icons and sportspersons in Bengaluru PM Modi In Bengaluru: 'કંતારા' ફેમ રિષભ શેટ્ટી અને 'KGF' ફેમ યશે કરી PM મોદી સાથે મુલાકાત, સાઉથ સિનેમા વિશે કહી આ વાત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/14/4ce1c2c3c0b1deb67c56348a508aa94f167634369376281_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
South Stars Met PM Modi In Bengaluru: દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એરો ઈન્ડિયા 2023નું ઉદ્ઘાટન કરવા બેંગલુરુ (Bengaluru) પહોંચ્યા હતા. જ્યાં તેઓ રાજભવનમાં કન્નડ ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સને મળ્યા હતા. જેમાં 'KGF' ફેમ યશ પણ સામેલ છે. અહેવાલો અનુસાર રાજભવનમાં આ બધા માટે ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેની ઘણી તસવીરો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
દક્ષિણના સ્ટાર્સે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી
સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં પીએમ મોદી (PM Modi) સાથે 'KGF 2'ની જોરદાર સફળતા બાદ કન્નડ સિનેમાનો પ્રખ્યાત ચહેરો બની ગયેલા યશ તેમજ ઋષભ શેટ્ટી કે જેઓ રાતોરાત બ્રાન્ડ અને સમગ્ર ભારતના સ્ટાર બની ગયા છે તેઓએ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. સાથે જ દિવંગત અભિનેતા પુનીત રાજકુમારની પત્ની પણ પીએમ મોદીને મળ્યા હતા. આ બેઠક દરમિયાન મનોરંજન ઉદ્યોગના અનેક પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે રાજ્યમાં થિયેટરોની સંખ્યામાં વધારો, સિનેમાની અસર અને અર્થતંત્રમાં સિનેમાનું યોગદાન જેવા વિષયો પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
Was a pleasure meeting our Hon’ble PM @narendramodi ji yesterday with my cricketing colleagues at Raj Bhavan , Bengaluru . He discussed a variety of issues including Sports infrastructure , Olympics and sporting culture in India. pic.twitter.com/yZAL0ZHgFC
— Venkatesh Prasad (@venkateshprasad) February 13, 2023
કન્નડ સિનેમાના વિકાસમાં સરકાર મદદ કરશે
અહેવાલો અનુસાર પીએમ નરેન્દ્ર મોદીએ યશ, ઋષભ શેટ્ટી અને અશ્વિની પુનીત રાજકુમારને ડિનર પાર્ટીમાં આમંત્રણ આપ્યું હતું. સમાચાર એ પણ છે કે આ મીટિંગ દરમિયાન પીએમ મોદીએ બધાને વચન આપ્યું છે કે તેમની સરકાર કન્નડ સિનેમાના વિકાસ માટે તમામ શક્ય મદદ કરશે. તાજેતરમાં, 'કંતારા' રિલીઝ થયા પછી ઘણા ઇન્ટરવ્યુમાં, ઋષભ શેટ્ટીએ પીએમ મોદીની પ્રશંસા વ્યક્ત કરી છે. જણાવી દઈએ કે ફિલ્મ 'KGF' દ્વારા યશે માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ એક ખાસ ઓળખ બનાવી છે. આ ફિલ્મમાં તેનો અભિનય દર્શકોને ખૂબ જ પસંદ આવ્યો હતો અને તેણે ફિલ્મને ઘણો પ્રેમ આપ્યો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)