શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Lockdownનું ઉલ્લંઘન કરવા પૂનમ પાંડેની ધરપકડ થઈ હતી? હવે એક્ટ્રેસે કર્યો આ ખુલાસો
ન્યૂઝ એજન્સી પીટીઆઈ તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરવાને કારણે પૂનમ પાંડેની મરીન ડ્રાઈવ પોલીસે ધરકડ કરી હતી.
મુંબઈઃ એક્ટ્રેસ મોડલ પૂનમ પાંડેની ધપકડના અહેવાલ પર ખુદ એક્ટ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે. તેણે એક વીડિયો જાહેર કરીને કહ્યું કે તે ઠીક છે. પૂનમે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, તેને સતત લોકોના ફોન આવી રહ્યા છે. પરંતુ તે પોતાના ફેન્સ અને શુભચિંતકોને એ કહેવા માગે છે કે તે ઠીક છે અને તેની ધરપકડ કરવામાં આવી નથી.
તેણે પોતાના નિવેદનમાં કહ્યું કે, “હેલો ગાયઝ, મેં વિતેલી રાત્રે મૂવી મેરેથોન કરી. મેં એક પછી એક સતત ત્રણ ફિલ્મો જોઈ. મજા આવી ગઈ. મને ગઈકાલે રાતથી ફોન આવી રહ્યા છે કે મારી ધરપકડ કરવામાં આવી છે. સમાચારમાં પણ મેં જોયું. પ્લીઝ, ગાયઝ મારા વિશે આવું ન લખો. હું મારા ઘરે જ છું અને બિલકુલ ઠીક છું. લવ યૂ ઓલ.”
ન્યૂઝ એજન્સી પીટીઆઈ તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરવાને કારણે પૂનમ પાંડેની મરીન ડ્રાઈવ પોલીસે ધરકડ કરી હતી,પરંતુ બાદમાં તેને છોડવામાં આવી હતી. પૂનમ પાંડે પોતાના મિત્ર સૈમ અહમદ સાથે રવિવારે રાત્રે અંદાજે 8-05 કલાકે પોતાની નવી લક્ઝરી કારમાં શહેરમાં ફરવા નીકળી હતી. રિપોર્ટ અનુસાર, બન્ને વિરૂદ્ધ મરીન ડ્રાઈવ પોલિસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 188 અને 269 અને નેશનલ ડિઝાસ્ટર એક્ટરની જોગવાઈ અનુસાર કેસ નોંધવામાં આવ્યો છે. પૂનમ મોટેભાગે પોતાની વિવાદિત હરકતોને કારણે ચર્ચામાં રહે ચે અને તેની સાથે જ તે પોતાના ફોટોશૂટને કારણે પણ સોશિયલ મીડિયા પર છવાયેલ રહે છે.View this post on InstagramGuys I heard I got arrested, While I was having a movie marathon last night.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion