ફિલ્મોના આ સુપરસ્ટાર એક્ટરે ખરીદી મોંઘીદાટ 6 કરોડ રૂપિયાની લક્ઝૂરિયસ કાર, જાણો કઇ છે કાર ને શું છે ફેસિલિટી.....
સુપરસ્ટાર એક્ટરે પ્રભાસની કારની ચર્ચાએ સોશ્યલ મીડિયા પર જોર પકડ્યુ છે. પ્રભાસ ભલે સાઉથની ફિલ્મોમાં વધુ દેખાતો હોય પરંતુ તેના બૉલીવુડમાં પણ મોટા પ્રમાણમાં ફેન અવેલેબલ છે. પ્રભાસ સોશ્યલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે.
મુંબઇઃ સાઉથના સુપરસ્ટાર એક્ટરે પ્રભાસની કારની ચર્ચાએ સોશ્યલ મીડિયા પર જોર પકડ્યુ છે. પ્રભાસ ભલે સાઉથની ફિલ્મોમાં વધુ દેખાતો હોય પરંતુ તેના બૉલીવુડમાં પણ મોટા પ્રમાણમાં ફેન અવેલેબલ છે. પ્રભાસ સોશ્યલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે. તાજેતરમાં જ તેને પોતાના ફન્સને એક મોટી સરપ્રાઇઝ આપતા એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે પોતાની ડ્રીમ કારની સાથે દેખાઇ રહ્યો છે.
પ્રભાસે ખરીદી લેમ્બૉર્ગિની....
પ્રભાસે જ્યારે એક્ટિંગની દુનિયામાં પગ મુક્યો હતો ત્યારથી તેને સપનુ હતુ કે તેની પાસે એક તેલુગુ સિનેમા લેમ્બૉર્ગિનીની સ્પૉર્ટ્સ કાર હોય. જોકે, સખત મહેનત કર્યા બાદ હવે તેને આ સપનાને પુરુ કરી લીધુ છે. ઉલ્લેખનીય છે કે, સુપરસ્ટાર પ્રભાસે પોતાના પિતાના બર્થડેના દિવસે લેમ્બૉર્ગિની એવેંટડૉર કાર ખરીદી દીધી છે. આ લક્ઝૂરિયસ કાર એકદમ મોંઘીદાટ છે, આની કિંમત લગભગ 6 કરોડ રૂપિયા છે. કારની કેટલીક તસવીરો અને વીડિયો પ્રભાસે પોતાના સોશ્યલ મીડિયા પર શેર કર્યા છે. જે હાલ ખુબ વાયરલ પણ થઇ રહ્યાં છે.
જલ્દી રાધેશ્યામ અને આદિપુરુષમાં દેખાશે એક્ટર પ્રભાસ...
શેર કરવામાં આવેલા આ વીડિયો અને તસવીરોમાં એક્ટર પ્રભાસ પોતાની ડ્રીમ કારને નિહાળતો દેખાઇ રહ્યો છે, અને કેટલાક વીડિયોમાં તો તે તેને ચલાવતો પણ દેખાઇ રહ્યો છે.
પ્રભાસના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સુપરસ્ટાર બહુ જલ્દી ફિલ્મ રાધેશ્યામમાં દેખાશે. આ ઉપરાંત તે આદિપુરુષ અને સલારનુ પણ શૂટિંગ કરી રહ્યો છે.
પ્રભાસની ‘આદિપુરુષ’ના મૉશન કેપ્ચરનું કામ શરૂ....
છેલ્લા કેટલાય મહિનાઓથી સાઉથ સુપરસ્ટાર પ્રભાસની મેગાબજેટ ફિલ્મ આદિપુરુષને લઇને ખુબ ચર્ચા થઇ રહી છે. ફેન્સમાં પણ આ ફિલ્મને લઇને જબરદસ્ત એક્સાઇટમેન્ટ જોવા મળી રહ્યો છે. વળી પ્રભાસે પણ આ મૉસ્ટ અવેટેડ ફિલ્મ પર કામ કરવાનુ શરૂ કરી દીધુ છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મનુ મૉશન કેપ્ચર કામ અને ટેસ્ટ શૂટ શરુ કરી દેવામાં આવ્યુ છે.
પ્રભાસે અગાઉ ઇન્સ્ટાગ્રામ પર મૉશન કેપ્ચર ટેકનલૉજીની એક ઝલક પણ શેર કરી હતી. આની સાથે જ તેને લખ્યું- મૉશન કેપ્ચર શરૂ થાય છે. #Adipurushનો વર્લ્ડ ક્રિએટ થઇ રહ્યો છે. કહેવાઇ રહ્યુ છે કે આ ફિલ્મ 11 ઓગસ્ટ 2022એ રિલીઝ થશે. આ ફિલ્મ ખુબ મોટા બજેટ લગભગ 300 થી 400 કરોડમાં બની રહી છે.