શોધખોળ કરો
Advertisement
પ્રકાશ રાજે બતાવ્યો કોરોના વાયરસથી બચવાનો ઉપાયગ, પરંતુ બાદમાં માગવી પડી માફી, જાણો કેમ
પ્રકાશ રાજે પોતાના ટ્વીટમાં એ વાતનો ખુલાસો કર્યો કે એક કપ ગરમ પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી કોરોના વાયરસથી બચી શકાય છે.
નવી દિલ્હીઃ દેશમાં હાલમાં કોરોના વાયરસનું જોખમ ઉભું થઈ ગયું છે. વિશ્વમાં જ્યાં કોરોના વાયરસને કારણે હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે હવે ભારતમાં પણ આ ખતરનાક વાયરસે પોતાનો પગપેસારો કરી દીધો છે. દિલ્હી અને નોયડાના વિસ્તારમાં કોરોના વાયરસનું જોખમ વધી ગયું છે. આ ખતરાથી સમગ્ર દેશ બેચેન છે, બોલિવૂડ એક્ટર પ્રકાશ રાજે વાયરસથી બચાવનો એક ઉપાય પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. જોકે થોડા સમય પછી જ તેણે આ ટ્વીટ ડીલિડ કરવું પડ્યું.
પ્રકાશ રાજે પોતાના ટ્વીટમાં એ વાતનો ખુલાસો કર્યો કે એક કપ ગરમ પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી કોરોના વાયરસથી બચી શકાય છે. પરંતુ આ ટ્વીટ કર્યાના થોયા સમય બાદ જ તેમણે ટ્વીટ ડિલીટ કરવું પડ્યું અને તેમણે બીજું એક ટ્વીટ કર્યું.
પ્રકાશ રાજે લખ્યું, ‘કંઈક સારું કરવાની ઉતાવળમાં હું ખોટી જાણકારીનો ભોગ બની ગયો. પરંતુ સારી વાત એ છે કે મેં સત્ય સ્વીકાર્યું અને મારી ભૂલ સુધારી. માટે મેં ભૂલભરેલું ટ્વીટ ડિલીટ કર્યું છે. સોરી.’
ઉલ્લેખનીય છે કે પ્રકાશ રાજ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા છે અને તે સાઉથની કેટલીક બ્લોક બ્લાસ્ટર ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. પ્રકાશ રાજે બોલિવૂડમાં પણ સલમાન ખાનની સાથે દબંગ-2, વોન્ટેડ અને અજય દેવગનની સાથે સિંઘમાં જોવા મળ્યા હતા. જણાવી દઇએ કે પ્રકાશ રાજ સીએએને લઇને દિલ્હીમાં થઇ રહેલી હિંસાને લઇને પણ સતત ટ્વિટર પર રિએક્શન આપી રહ્યા હતા. ભારતમાં આ સમયે કોરોના વાયરસના કુલ 24 દર્દી છે. જ્યારે વિદેશમાં રહેનારા 17 ભારતીયોમાં વાયરસની પુષ્ટિ કરી છે._In my eagerness to do good, I fell victim to wrong info. But the good thing is that I accept evidence and correct myself. Hence I've deleted the erroneous tweet_. SORRY 🙏🙏
— Prakash Raj (@prakashraaj) March 4, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement