કંપનીનું કહેવું છે કે જ્યારે આઈપીએલ મેચ ચાલી રહ્યા હતા ત્યારે ઓફીસરો અહીં રોકાતા હતા. કંપની અનુસાર સતીજા પોતાનું આ ઘર વેચવા માગે છે પરંતુ હવે ઇસ્સેટ ઓફિસે તેના પર 38 લાખ રૂપિયાનું લેણં બતાવ્યું હતું તેથી તેણે કંપનીને તેના માટે જવાબદાર ઠેરવ્યા છે. કંપનીએ આ જ આધારે કોર્ટમાં અરજી કરી હતી જેને ફગાવી દેવામાં આવી છે.
2/3
તેના માટે ડોક્ટર સરીજાએ જિલ્લા કોર્ટમાં કંપની વિરૂદ્ધ દાવો માંડ્યો છે. સતીજાના દાવાને ડિસમિસ કરવા માટે કંપનીએ કોર્ટમાં એક અરજી કરી હતી જેને ફગાવી દેવામાં આવી છે. હવે આ મામલે કોર્ટમાં કાર્રવાઈ ચાલસે અને સુનાવણી માટે કોર્ટે 23 જુલાઈની તારીખ નક્ીક કરી છે. બીજી બાજુ કંપનીનો તર્ક છે કે તેણે આ ઘરમાં ઓફિસ નથી ખોલી પરંતુ તેનો ઉપયોગ ઓફીસરોને રહેવા માટે કરતા હતા.
3/3
નવી દિલ્હીઃ પ્રીતિ ઝિન્ટાની કંપની કેપીએચ ડ્રીમ ક્રિકેટ પ્રાઈવેટ લિમિટેડ પર કોર્ટમાં કેસ ચાલશે. ચંડીગઢના ડોક્ટર સુભાષ સતીજાનો આરોપ છે કે, તેણે પોતાનું એક મકાન કંપનીને રહેણાક માટે આપ્યું હતું જેમાં ઓફિસ ખોલવામાં આવી છે. આમ થવા પર સ્ટેટ ઓફિસે ડો. સતીજાને 38 લાખ રૂપિયાની નોટિસ ફટકારી છે જેને ડોક્ટરે કંપની પાસેથી જ વસુલવાનો નિર્ણય કર્યો છે.