રિતેશ દેશમુખે પણ સોન કપર અને આનંદ આહૂજાને લગ્નની શુભેચ્છા પાઠવતું ટ્વિટ કર્યું, તમે બન્નેના લગ્ન બિલકુલ ફેરી ટેલ વેડિંગ જેવા હતા. તમને બન્ને ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. તમને બન્નેને દુનિયાભરની ખુશી અને પ્રેમ મળે.
2/4
જ્યારે પ્રિયંકા ચોપરાએ પણ સોનમ કપૂરને લગ્નની શુભેચ્છા આપતું ટ્વિટ કર્યું છે. તેણે ટ્વિટમાં લખ્યું, તમને બન્નેને લગ્નની શુભેચ્છાઓ. પરંતુ હું કામમાં ફસાયેલી હોવાને કારણે તારા લગ્નમાં હાજર ન રહી શકી. હું તમારા બન્નેના સુખી જીવનની પ્રાર્થના કરું છું.
3/4
અનુષ્કા શર્મા, પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણ સોનમના લગ્નમાં સામેલ થયા ન હતા. તમને જણાવીએ કે પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણ હાલમાં મેટ ગાલા માટે ન્યૂયોર્કમાં છે અને આ કારણે તે બન્ને સોનમનાં લગ્નમાં સામેલ થઈ શકી ન હતી. જ્યારે અનુષ્કા શર્મા પણ સોનમ કપૂરના લગ્નમાં હાજર રહી ન હતી. જોકે તેણે એક ટ્વિટ કરતાં સોનમને શુભેચ્છા પાઠવી છે. પોતાના ટ્વિટમાં તેણે લખ્યું, સોનમ કપૂર અને આનંદ આહૂજા તમે બન્ને જીવનભર ખુશ રહો. આ એક સુંદર સફર છે. તમારું આ ક્લબમાં સ્વાગત છે.
4/4
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર અને બિઝનેસમેન આનંદ આહૂજાના મંગળવારે મુંબઈમાં સિખ રીતિરિવાજ અનુસાર લગ્ન થયા. લગ્ન બાદ એ જ રાતે ગ્રાન્ડ રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અસવર પર સમગ્ર બોલિવૂડ સામેલ થયું હતું જોકે કેટલાક સ્તાર સોનમના લગ્નમાં હાજર રહી શક્યા ન હતા.