યુએસ વિકલીના રિપોર્ટ મુજબ, આ સેલિબ્રિટી કપલ તેમના લગ્નને કઈંક અલગ કરવાનું વિચારી રહ્યા છે. બંને પક્ષો તેમની સંસ્કૃતિ પ્રમાણે લગ્ન થાય તેમ ઈચ્છે છે. પ્રિયંકા ભારતીય અને અમેરિકન કલ્ચરનો સારો અનુભવ ધરાવે છે. આ બંનેએ જોધપુરના મેહરાનગઢ કિલ્લાની મુલાકાત લીધી હતી. જે બાદતેઓ અહીં લગ્ન કરશે તેવી અટકળો થઈ રહી છે.
2/5
જોધપુરઃ બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા અને તેનો મંગેતર નિક જોનાસ ઘણી ઇવેન્ટમાં સાથે જોવા મળતા હોય છે. યુએસના એક મેગેઝિનના રિપોર્ટ પ્રમાણે તેઓ જલદીથી લગ્નના બંધનમાં બંધાઇ જશે. થોડા દિવસો પહેલા નિક મુંબઈમાં બોલીવુડ અને ક્રિકેટ સેલેબ્સ સાથે ફૂટબોલ રમતો જોવા મળ્યો હતો.
3/5
આજે પ્રિયંકા અને નિક રાજસ્થાનના જોધપુરમાં આવી પહોંચ્યા હતા.પ્રિયંકાએ વ્હાઇટ ટી શર્ટની સાથે બ્લુ પટ્ટાવાળું પેન્ટ અને વ્હાઇટ હિલના સેન્ડલ પહેર્યા હતા. જ્યારે તેણે આંખો પર ફેન્સી ચશ્મા પહેર્યા હતા. જ્યારે નિકે બ્લેક કેપની સાથે સનગ્લાસ પહેર્યા હતા.
4/5
5/5
મુંબઇના એક ફૂટબૉલ ગ્રાઉન્ડમાં થોડા દિવસો પહેલા રમાયેલી એક ચેરિટી ફૂટબૉલ મેચમાં નિક અને ધોની ઉપરાંત આ મેચમાં અભિનેતા ડીનો મોરિયા, અભિનેતા ઇશાન ખટ્ટર અને અભિનેતા કૃણાલ ખેમુએ પણ મેચ રમી હતી. જેમાં ધોનીની ટીમે મેચ જીતી લીધી હતી. આ મેચની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ હતી.