ઉલ્લેખનીય છે કે લગ્ન પહેલા નિક જોનાસ ન્યૂર્યોકથી સીધા દિલ્હી પહોંચ્યો હતો. આ દરમિયાન પ્રિયંકા પોતાની ફિલ્મનું શૂટિંગ દિલ્હીમાં જ કરી રહી હતી. નિક જોનાસ દિલ્હીમાં રોકાયો પણ હતો. આ દરમિયાન આ કપલે પ્રધાનમંત્રી મોદીને રિસેપ્શનમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું હતું.
2/3
નવી દિલ્હી: પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ જોધપુરમાં લગ્ન બાદ આજે દિલ્હીમાં ગ્રાન્ડ રિસેપ્શન આપવાના છે. પ્રિયંકા નિક આજે દિલ્હીની તાજ હોટલમાં રિસેપ્શન આપવાના છે. પ્રિયંકા નિકનું આ રિસેપ્શનમાં પરિવાર અને ખાસ મિત્રો સાથે જાણીતી હસ્તીઓ પણ જોવા મળશે. પ્રિયંકા ચોપરાના આ ગ્રાન્ડ રિસેપ્શનમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીખાસ મહેમાન તરીકે હાજરી આપી શકે છે.
3/3
પીએમ મોદી સહિત રાજકીય હસ્તીઓ આ રિસેપ્શનમાં સામેલ થશે. મુકેશ અંબાણી પણ આ રિસેપ્શનમાં સામેલ થશે. અંબાણી પરિવાર પ્રિયંકાની સંગીત સેરેમનીમાં પણ સામેલ થયો હતો.