પ્રિયંકા ચોપડાએ પુરુ કર્યુ ડેબ્યૂ સીરીઝ 'સિટાડેલ'નું શૂટિંગ, સેટ પરથી શેર કર્યો સ્પેશ્યલ વીડિયો
આ સ્પાઇ સીરીઝમાં પ્રિયંકા લીડ રૉલમાં દેખાઇ છે. તેની સાથે એક્ટર રિચર્ડ મેડન પણ દેખાશે, જે ગેમ્સ ઓફ થ્રૉન્સ (Games of Thrones)માં દેખાઇ ચૂક્યો છે.
Priyanka Chopra Wraps up Citadel: પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) છેલ્લા ઘણા સમયથી અપકમિંગ પ્રૉજેક્ટ સિટાડેલ (Citadel)ના કારણે ચર્ચામાં છે. તે સતત ડેબ્યૂ સીરીઝનુ શૂટિંગ કરી રહી હતી. હવે આનુ શૂટિંગ પુરુ થઇ ગયુ છે. પ્રિયંકા ચોપડાએ આની જાણકારી સેટ પરથી એક વીડિયો શેર કરીને આપી છે. વીડિયોમાં સૌથી પહેલા સેટ પર પ્રિયંકા ચોપડાનુ વેલકમ થતુ દેખાઇ રહ્યું છે, તે રેડ ડ્રેસમાં ફૂલોનો ગુલદસ્તો લેતા દેખાઇ રહી છે.
આ પછી પ્રિયંકા ચોપડા કસ્ટમાઇઝ કારમાં સેટ પર પહોંચતી દેખાઇ રહી છે. આમાં તેનો પેટ ડૉગ ડિયાના પણ તેની સાથે દેખાઇ રહ્યો છે. પ્રિયંકા ચોપડાને આ કાર તેના પતિ નિક જોનાસે આપી છે. આ વીડિયોમાં તે સ્ટૂડિયો પણ દેખાય છે, જ્યાં શૂટિંગ થયુ. પ્રિયંકાએ આ વીડિયોને શેર કરતાં લખ્યું- અને છેવટે આ શૂટિંગ પુરુ થઇ ગયુ. ફેન્સે પ્રિયંકાને શૂટિંગ પુરુ થવા પર શુભેચ્છાઓ પાઠવી છે. તે બેસ્ટ પ્રૉજેક્ટ અને નાડિયાને જોવા માટે ઉત્સુક છે.
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે આ સ્પાઇ સીરીઝમાં પ્રિયંકા લીડ રૉલમાં દેખાઇ છે. તેની સાથે એક્ટર રિચર્ડ મેડન પણ દેખાશે, જે ગેમ્સ ઓફ થ્રૉન્સ (Games of Thrones)માં દેખાઇ ચૂક્યો છે. આ અમેઝૉન પ્રાઇમ સીરીઝ રુસો બ્રધર્સે પ્રૉડ્યૂસ કરી છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram