શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પ્રિયંકા ચોપડાએ કહ્યું, મા મધુ ચોપડા સાથે નિકની પહેલી મુલાકાત હતી મૂંઝવણભરી, કારણ જાણી ચોંકી જશો
હાલ ઇન્ટરનેશનલ સનસની બની ગયેલી પ્રિયંકા ચોપડાએ તેમની માતા સાથેની નિકની પહેલી મુલાકાત વિશે એક યાદગાર કિસ્સો શેર કર્યો હતો. તેમણે આ કિસ્સો યાદ કરતા કહ્યું હતું કે, ‘આ મોમેન્ટ ખૂબ જ અમ્બ્રેસિંગ હતી’
હાલ ઇન્ટરનેશનલ સનસની બની ગયેલી પ્રિયંકા ચોપડાએ તેમની માતા સાથેની નિકની પહેલી મુલાકાત વિશે એક યાદગાર કિસ્સો શેર કર્યો હતો. તેમણે આ કિસ્સો યાદ કરતા કહ્યું હતું કે, ‘આ મોમેન્ટ ખૂબ જ અમ્બ્રેસિંગ હતી’
બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા ઇન્ટરનેશનલ આઇકન બની ચૂકી છે. હાલ જ પ્રિયંકાએ એક અમ્બ્રેસિંગ મોમેન્ટ શેર કરી હતી. જ્યારે તેમની મા મધુ ચોપડાએ નાઇટવેરમાં રાત્રે એક વાગ્યે નિક સાથે મુલાકાત કરી હતી.
જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં વર્ચ્યુઅલ સેશનમાં શોભા ડે સાથે વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે, નિક સાથે પહેલી વખત માની મુલાકાત રાત્રે 1 વાગ્યે કરાવી હતી.
પ્રિયંકાએ શેર કર્યો નિક જોનાસ સાથે માની પહેલી મુલાકાતનો કિસ્સો
પ્રિયંકા જણાવ્યું કે,, નિક જોનાસની પહેલી વખત મા મધુ ચોપડા સાથે મુલાકાત તેમના ઘરે રાત્રે એક વાગ્યે કરાવી હતી. તેમણે કહ્યું હતું. કે, તે રાત્રે ફોન કર્યાં વિના જ નિકને લઇને ઘરે પહોંચી ગઇ હતી અને મા નાઇટવેરમાં બહાર આવી હતી. આ સમયે રાત્રીના એક વાગ્યો હતો. તેમણે કહ્યું કે, મા આ ઘટનાથી રોષે ભરાઇ હતી અને કહ્યું હતું કે, કોઇ અડધી રાત્રે અજાણ્યા યુવકને ઘરે લાવે ખરા? આ મોમેન્ટ ખૂબ અમ્બ્રેસિંગ હતી. મા નિકને જોઇને ફટાફટ બાથરૂમમાં જતી રહી હતી અને લિપસ્ટિક કરવા લાગી હતી. આ સમયે ગુસ્સામાં માએ કહ્યું હતું કે, ‘હું નિકને નહીં મળું’ આ સમયે મેં પૂછ્યું હતું કે, ‘તો લિપસ્ટિક કેમ કરે છે’
પ્રિયંકા બુક અનફિનિશ્ડના કારણે ચર્ચામાં
બોલીવૂડથી હોલિવૂડ સુધી પોતાની ઓળખ બનાવનાર દેશી ગર્લ પ્રિયંકા ચોપડા આજકાલ તેની ઓટોબાયોગ્રાફી ‘અનફિનિશ્ડ’ને લઇને ખૂબ ચર્ચામાં છે. પ્રિયંકા ચોપડાએ આ બુકમાં તેમના પોસ્ટ રિલેશનને લઇને ઘણા ખલાસા કર્યાં છે. તેમણે લખ્યું છે કે, ‘હું મારા કામને કારણે ખૂબ પરિભાષિત છું,આ જ કારણ છે કે, મારી પાસે એકથી વધુ કામ કરવાની ક્ષમતા છે. મને ક્યારેય એવું ફીલ નથી થયું કે, મારી કોઇ ફિલ્મ નિષ્ફળ ગઇ તો મારી કરિયર ખતમ થઇ જશે. હું એ આત્મવિશ્વાસ સાથએ મોટી થઇ રહી છું કે, હું કંઇ પણ રકરી શકું છું’
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
શિક્ષણ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion