શોધખોળ કરો
Advertisement
આ બોલિવૂડ એક્ટ્રેસે અમેરિકાથી ‘કોરોના ફાઈટર્સ’માટે એકલા ઊભા રહીને વગાડા તાળી, ભારતને યાદ કરીને કહ્યું....
પ્રિયંકા ચોપરા LA સ્થિત પોતાના ઘરની બાલ્કનીમાં ઊભી રહીને કોરોના ફાઈટર્સને થાળી વગાડીને સન્માન આપી રહી છે.
નવી દિલ્હીઃ 22 માર્ચે જનતા કર્ફ્યૂ દરમિયાન દેશભરના લોકોએ ‘કોરોના યોદ્ધા’ને તાળી, ઘંટડી અથવા થાળી વગાડીને સલામ કરી હતી. આ પહેલમાં બોલિવુડ સેલેબ્સે પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બચ્ચન પરિવારથી માંડીને કપૂર પરિવાર સુધી દરેકે પોતાના અંદાજમાં કોરોના ફાઈટર્સનો આભાર માન્યો હતો. હવે ‘દેસી ગર્લ’ પ્રિયંકા ચોપરાનો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં તે કોરોના યોદ્ધાઓને સન્માનમાં તાળી વગાડતી જોવા મળે છે.
પ્રિયંકા ચોપરાએ આ વિડીયો પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે. પ્રિયંકા ચોપરા LA સ્થિત પોતાના ઘરની બાલ્કનીમાં ઊભી રહીને કોરોના ફાઈટર્સને થાળી વગાડીને સન્માન આપી રહી છે.
આ વીડિયોને શેર કરતા કેપ્શનમાં પ્રિયંકાએ લખ્યું છે કે "દુનિયાભરના લોકોને ડોક્ટર્સ, નર્સ અને Covid 19 સીધી રીતે લડી રહેલા લોકોને આભાર વ્યક્ત કરવા પોતાની બાલ્કનીમાં આવીને તાળી વગાડી છે. જો કે આ અભિયાનને જોઇન કરવા ભલે હું હાલ ભારતમાં ના હોવ પણ હું તેમના સ્પીરિટને જોઇન કરું છું." પ્રિયંકા આ વીડિયોમાં એકલી ઊભી રહીને તાળી વગાડી રહી છે. અને લાગી રહ્યું છે કે તેમના પતિ નિક આ વીડિયોને લઇ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ચોપડા અને તેના પતિ હાલ સેલ્ફ ક્વારંટાઇનમાં છે. આ દરમિયાન તે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના ફોલોવર્સને સતત તેના આ ક્વારંટાઇન સમયની જાણકારી આપી રહ્યા છે. વળી પ્રિયંકા અને નિક તેમના ફેન્સને ઘરમાં સુરક્ષિત રહેવાની અને એકબીજાનું ધ્યાન રાખવાની અપીલ પણ કરી હતી. નોંધનીય છે કે, સામાન્ય જનતા ઉપરાંત બચ્ચન પરિવાર, રણવીર-દીપિકા, અનિલ કપૂર અને તેમનો સમગ્ર પરિવાર, અક્ષય કુમાર, હૃતિક રોશન, કપિલ શર્મા, કરણ જોહર સહિતના સેલિબ્રિટીઝે પોતાના ઘરમાં વિવિધ પ્રકારે કોરોના ફાઈટર્સનો આભાર માન્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement