શોધખોળ કરો
Advertisement
#MeToo: 'પ્યાર કા પંચનામાના ડિરેક્ટર લવ રંજન મને બ્રા-પેન્ટીમાં જોવા માંગતા હતા'
મુંબઇઃ તાજેતરમાં જ ડાયરેક્ટર સાજિદ ખાન પર જાતીય શોષણના આરોપ લાગ્યા છે ત્યારે વધુ એક ડિરેક્ટર પર જાતીય શોષણના આરોપ લાગ્યા છે. ‘પ્યાર કા પંચનામા’ ફેમ ડિરેક્ટર લવ રંજન પર જાતીય શોષણનો આરોપ લાગ્યો છે. એક એક્ટ્રેસે લવ રંજનની ફિલ્મના ઓડિશન દરમિયાન બનેલી ઘટના શેર કરી હતી. એક્ટ્રેસે કહ્યુ કે, લવ રંજને તેને પૂછ્યુ હતું કે શું તે માસ્ટરબેટ કરી શકે છે. તેણે કહ્યુ હતું કે, તે ખૂબ અસહજ અનુભવવા લાગી હતી જેથી તે ત્યાંથી અધવચ્ચે જ ઓડિશન છોડીને ચાલી ગઇ હતી.
રિપોર્ટ અનુસાર, એક્ટ્રેસે જણાવ્યું કે આ ઘટના 2010ની છે. ત્યારે કાસ્ટિંગ ડિરેક્ટર વિકી સિદાનાએ તેને કોલ કર્યો હતો. તે સમયે પ્યાર કા પંચનામા માટે ઓડિશન ચાલી રહ્યુ હતું. આ ઓડિશન માટે શોર્ટ સ્કર્ટ અને ટાઇટ ટોપ પહેરીને આવવાનું હતું. ત્યાં સાતથી આઠ યુવતીઓ પહોંચી હતી પરંતુ કોઇને પણ ડાયલોગ કે એક્ટ કરવાનું કહેવામાં આવ્યુ નહોતું. તમામે વિચાર્યું કે, આ ફક્ત એક લૂક ટેસ્ટ છે.
એક્ટ્રેસે જણાવ્યું કે, ત્યારબાદ બિકીની ટેસ્ટ થયો જેમાં લવ રંજન અને સિનેમેટોગ્રાફરે એક એક કરીને યુવતીઓને બોલાવી. બાદમાં લવ રંજને જણાવ્યું કે, ફિલ્મમાં એક કિસિંગ અને બિકીની સીન હશે. ત્યારબાદ ડિરેક્ટરે કહ્યુ કે, તે જોવા માંગે છે કે તે બિકીનીમાં કેવી દેખાય છે. બાદમાં ડિરેક્ટરે તેને કહ્યુ કે તે કપડા ઉતારી બતાવે કે તે બ્રા અને પેન્ટીમાં કેવી દેખાય છે.
એક્ટ્રેસ જણાવ્યું કે, લવ રંજને તેને ત્યાં સુધી પૂછ્યું હતું કે શું તે વર્જિન છે કે નહીં. ક્યારેય કોન્ડમ યુઝ કર્યો છે કે નહીં અને શું તે માસ્ટરબેટ કરે છે. સાથે લવ રંજને તેની સ્કૂલિંગ અને ફેમિલી વિશે પણ પૂછ્યું હતું. બાદમાં ડિરેક્ટરે તેને પૂછ્યું કે, શું એક્ટ્રેસને કોઇ બોયફ્રેન્ડ છે કે નહીં. જ્યારે એક્ટ્રેસે ત્યાંથી જવાની વાત કરી ત્યારે લવ રંજને તેને પૂછ્યું કે, તે તેને ખોટો ના સમજે. એક્ટ્રેસે જણાવ્યું કે, આ ઘટના બાદ તે અમેરિકા જતી રહી અને ત્યાં સેટલ થઇ ગઇ. જોકે, લવ રંજને આ પ્રકારના આરોપોનો ઇનકાર કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
બિઝનેસ
દેશ
Advertisement