શોધખોળ કરો
Advertisement
ગુજરાતના રબારી સમાજે કરી ફિલ્મ ‘પાર્ચ્ડ’ બેન કરવાની માંગ, ડાયરેક્ટરને ધમકીના ફોન પણ આવ્યા
નવી દિલ્લી: અભિનેતા મનોજ બાજપાઈની ફિલ્મ અલીગઢ અને શાહિદ કપૂરની ફિલ્મ ઉડતા પંજાબ ને સેંસર બોર્ડનો સામનો કરવો પડ્યો હતો. હાલ રિલીઝ થયેલી રાધિકા આપ્ટેની ફિલ્મ ‘પાર્ચ્ડ’ ચર્ચામાં છે. રાધિકા આપ્ટે, સુરવિન ચાવલા, અદિલ હુસૈન અને તનીષ્ઠા મુખર્જી સ્ટારર ફિલ્મ ‘પાર્ચ્ડ’ નો ગુજરાતમાં રબારી સમાજે વિરોધ કર્યો છે. રબારી સમાજે લીના યાદવને ફિલ્મ પર બેન લગાવવાની માંગ કરી છે. ફિલ્મ અંગેનો વિરોધ વધતો જાય છે, લીના યાદવના પતિને ધમકી ભર્યો ફોન પણ આવવા લાગ્યા છે. તેમને કહેવામાં આવ્યું છે કે ફિલ્મને થીયેટરમાંથી પાછી ઉતારી લેવામાં આવે.
લીના યાદવે કહ્યું લોકો તેને ગાળો આપી રહ્યા છે, તેને કહેવામાં આવ્યું છે કે ફિલ્મને ઉતારી લેવામાં આવે, મારા પતિને વોટ્સએપ પર ગંદા મેસેજ પણ મળ્યા છે. આ નંબર વિશે પોલીસને જાણ કરવામાં આવી છે. લીનાએ કહ્યું તેણે ફિલ્મમાં કોઈપણ જાતિ કે ધર્મનું નામ નથી લીધું. પહેરવેશમાં પણ રાજસ્થાન અને ગુજરાતના એકસરખા કપડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
ગુજરાત
દેશ
Advertisement