Radhe Shyam : પહેલા ઇટલી અને પછી ભારતમાં કેવી રીતે બની પ્રભાસની ફિલ્મ 'રાધેશ્યામ'?, જુઓ વિડીયો
Radhe Shyam : નિર્માતાઓએ તાજેતરમાં દર્શકો માટે ફિલ્મની અદ્ભુત સફરની મુલાકાત લેવા માટે પડદા પાછળનો વિડિયો રિલીઝ કર્યો છે.
Radhe Shyam : રાધે શ્યામ આ સિઝનની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે જેણે તેના તાજેતરમાં રિલીઝ થયેલા ટ્રેલર અને ગીતોથી દર્શકોને આકર્ષિત કર્યા છે. નિર્માતાઓ દર્શકોનું ધ્યાન ખેંચવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. નિર્માતાઓએ તાજેતરમાં દર્શકો માટે ફિલ્મની અદ્ભુત સફરની મુલાકાત લેવા માટે પડદા પાછળનો વિડિયો રિલીઝ કર્યો છે.
પ્રભાસ અને પૂજા હેગડેની આગામી ભારતીય પીરિયડ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ 'રાધે શ્યામ' એ સૌથી પ્રખ્યાત ફિલ્મ છે જેની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ પ્રેમ અને ભાગ્યની સફરની ઉજવણી કરે છે જેમાં સુપરસ્ટાર પ્રભાસ એક હસ્તરેખા જાણકારની ભૂમિકા ભજવતો જોવા મળશે. આ સિવાય મેકર્સ દર્શકોને આ સિનેમેટિક વન્ડરની નજીક લાવવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે.
View this post on Instagram
તાજેતરમાં નિર્માતાઓએ ફિલ્મનો મેકિંગ વિડિયો રિલીઝ કર્યો હતો જેમાં ફિલ્મના શૂટિંગ દરમિયાન ટીમની પડદા પાછળની ક્ષણો બતાવવામાં આવી હતી. વિડિયોમાં અદ્ભુત લોકેશન બતાવવામાં આવ્યાં છે, જ્યાં ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું છે અને શૂટ દરમિયાન ટીમને જે પડકારોનો સામનો કરવો પડ્યો એ પણ બતાવવામાં આવ્યું છે. આ ફિલ્મનું શોટિંગ ઇટલીમાં શરૂ થયુ હતું, પણ કોરોનાને કારણે ફિલ્મનું બાકીનું શૂટિંગ ભારતમાં કરવું પડ્યું. આ માટે મેકર્સે ભારતમાં યુરોપનો આખો સેટ ઉભો કરવો પડ્યો. આ ફિલ્મના સેટ્સથી લઈને સંગીત સુધી બધું જ અદભુત છે.
ગુલશન કુમાર અને ટી-સિરીઝ ‘રાધે શ્યામ’ રજૂ કરી રહ્યાં છે. રાધા કૃષ્ણ કુમાર દ્વારા નિર્દેશિત અને કોટાગિરી વેંકટેશ્વર રાવ દ્વારા સંપાદિત આ ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર, વંશી અને પ્રમોદ દ્વારા કરવામાં આવ્યું છે, આ ફિલ્મ 11મી માર્ચ, 2022ના રોજ રિલીઝ થશે.