શોધખોળ કરો
Advertisement
રાહુલ ખન્નાએ શેર કરી નગ્ન તસવીર, મલાઇકાએ કરી એવી કમેન્ટ કે મિનિટોમાં થઈ ગઈ વાયરલ
રાહુલ ખન્નાએ હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા પર એક બાથરોબમાં અરીસા સામે ઉભા પોતાની તસવીર શેર કરી છે.
મુંબઈઃ બોલિવૂડ એક્ટર અક્ષય ખન્નાના નાના ભાઈ રાહુલ ખન્નાની ગણતરી બોલિવૂડના ચોકલેટ બોય તરીકે થાય છે. રાહુલ ખન્નાની ફેન ફોલોઇંગ પણ ઘણીબધી છે. રાહુલ ખન્ના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર ફેન્સ સાથે પોતાના અંદાજમાં તસવીરો શેર કરતાં રહે છે. આ વખતે ફરી રાહુલ ખન્નાએ સોશિયલ મીડિયા પર પોતાની લેટેસ્ટ તસવીર ફેન્સની સાથે શેર કરી છે જે આગની જેમ વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા યૂઝર્સથી લઈને સેલેબ્સ બધા આ તસવીરને લઈને કમેન્ટ કરી રહ્યા છે.
રાહુલ ખન્નાએ હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા પર એક બાથરોબમાં અરીસા સામે ઉભા પોતાની તસવીર શેર કરી છે. આ તસવીરમાં રાહુલ સેમી ન્યૂડ અંદાજમાં જોવા મળી રહ્યો છે. તેની આ પોસ્ટ પર મલાઈકાક અરોરા, કરણ જોહર, પૂજા ઢીંગરા, સિકંદર ખેર અને અનેક ફેન્સે રસપ્રદ પ્રતિક્રિયા આપી રહ્યા છે. રાહુલની આ તસવીર જોઈને બધા આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. જોકે, આ પહેલા અનેક બોલિવૂડ સેલેબ્સે આ અંદાજમાં તસવીરે શેર કરી છે. પૂજા ડિંગરાએ રાહુલની આ તસવીર પર કમેન્ટ કરતાં લખ્યું ‘શું તમે ઇન્ટરનેટને બ્રેક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે?" રસપ્રદ વાત એ છે કે, મલાઈકા અરોરાપની કમેન્ટ કરી અને તે પણ વાયરલ થઈ રહી છે. મલાઈકાએ કમેન્ટ કરતાં લખ્યું, "@poojadhingra મને લાગે છે કે તે અરીસાને તોડવાનો પ્રયત્ન કરી રહ્યો છે.’ મલાઈના આ કમેન્ટની હવે ખૂબ ચર્ચા થઈ રહી છે. જણાવી દઈએ કે રાહુલ ખન્ના નિર્દેશક દીપા મહેતાની ફિલ્મ બોલિવૂડની સફર ‘1947 અર્થ’ થી શરૂ કરી હતી. આ સિવાય તે ‘દિલ કબડ્ડી’, ‘લવ આજ કાલ’, ‘વેક અપ સિડ’ અને ‘ડર ફાઇલો’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યો છે.View this post on InstagramI feel there’s a lesson here about being in the right place at the right time. 📍
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement