શોધખોળ કરો
Advertisement
રાહુલ મહાજન પત્ની સાથે થયો ક્વોરન્ટાઈન, રસોઈયાનો આવ્યો હતો કોરોના પોઝિટિવ
રાહુલે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતાં જણાવ્યું, નતાલ્યા અને હું શરૂઆતમાં ગભરાઈ ગયા હતા.
મુંબઈઃ રાહુલ મહાજન અને તેની પત્ની નતાલ્યા કોરોના વાયરસના કારણે 14 દિવસ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છ. રાહુલ મહાજનનો રસોઈયો કોરોના પોઝિટિવ આવ્યા બાદ કપલને 14 દિવસ ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે.
મુંબઈના વર્લી એપાર્ટમેન્ટમાં 9 મેના રોજ રાહુલ મહાજનના રસોઈયાનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કુકને તાત્કાલિક હોસ્પિટલમાં ભરતી કરી દેવામાં આવ્યો છે. રાહુલ પત્ની નતાલ્યા સાથે ઘરમાં 14 દિવસ માટે કેદ થઈ ગયો છે. રાહુલ મહાજન અને નતાલ્યા બંનેના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
રાહુલે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતાં જણાવ્યું, નતાલ્યા અને હું શરૂઆતમાં ગભરાઈ ગયા હતા. રસોઈયાનો કોરોના પોઝિટિવ આવ્યો હોવાની ખબર પડતાં તેને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો, હવે અમે તેના જલદી ઠીક થઈને ઘરે પરત ફરવાની રાહ જોઈ રહ્યા છીએ. અમને બંનેને કોરોના પોઝિટિવ આવશે તે વાતને લઈ અમે ગભરાઈ ગયા હતા. થોડા દિવસમાં મને સમજાઈ ગયું કે, જ્યાં સુધી તમારો રિપોર્ટ ન આવી જાય અને તમે કોરોનાની તપાસ ન કરાવી લો ત્યાં સુધી ડરો નહીં.
ક્વોરન્ટાઈન લાફઇ પર વાત કરતાં રાહુલે કહ્યું, હાલ અમે ઘરનો સામાન લેવા પણ બહાર નથી નીકળી શકતા. તેથી બહારથી જમવાનું મંગાવી રહ્યા છીએ. આ દરમિયાન અમે શીખ્યા કે, દરેક વ્યક્તિએ શાંતિ અને વિનમ્રતાથી કામ લેવું પડશે. આપણી રક્ષા કરી રહેલા તમામ વર્કર્સનો હું આભાર માનું છું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement