(Source: ECI/ABP News/ABP Majha)
Raj Kundra Pornography Case: રાજકુંદ્રાની મુશ્કેલી વધી, 27 જુલાઇ સુધી રહેવું પડશે જેલમાં
પોર્નોગ્રાફી કન્ટેન્ટ મામલે આરોપી રાજ કુંદ્રાની કોર્ટમાં સુનાવણી થઇ હતી. પોલીસે તપાસ માટે સાત દિવસની કસ્ટડી માંગી હતી. કોર્ટે 27 જુલાઇ સુધી રાજ કુંદ્રાને 27જુલાઇ સુધી કસ્ડીમાં રાખવાનો આદેશ આપ્યો છે.
પોર્નોગ્રાફી કન્ટેન્ટ મામલે આરોપી રાજ કુંદ્રાની કોર્ટમાં સુનાવણી થઇ હતી. પોલીસે તપાસ માટે સાત દિવસની કસ્ટડી માંગી હતી. કોર્ટે 27 જુલાઇ સુધી રાજ કુંદ્રાને 27જુલાઇ સુધી કસ્ડીમાં રાખવાનો આદેશ આપ્યો છે.
એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસ મેન રાજ કુંદ્રા પોર્ન ફિલ્મ બનાવવા અને તેમને મોબાઇલ એપ્સ પર સ્ટ્રીમ કરવા માટે સોમવારે 19 જુલાઇએ ધરપકડ કરાઇ હતી. મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે રાજ કુંદ્રા વિરૂદ્ધ ફેબ્રુઆરીમાં કેસ દાખલ કર્યો હતો અને 19 જુલાઇએ તેમની પૂછપરથ કરીને તેમની ધરપકડ કરાઇ હતી.
ત્યારબાદ બિઝનેસ મેન રાજ કુંદ્રાને 23 જુલાઇ સુધી કસ્ટડીમાં રાખવાનો નિર્ણય થયો હતો.આજે આ જ કેસમાં આજે તેમને કોર્ટમાં રજૂ કરાયો હતો કોર્ટે 27 જુલાઇ સુધી જેલમાં જ રહેવાનો આદેશ આપ્યો છે. મુંબઇ પોલીસે સાત દિવસની કસ્ટડી માટે કોર્ટમાં માંગણી કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ કેસમાં હજું વધુ પુરાવા મેળવવાના બાકી છે અને હજુ વધુ તપાસ કરવાની બાકી છે. જેના માટે તેમને વધુ સમય જોઇએ છે. કોર્ટે આજે રાજકુંદ્રાને 27 જુલાઇ સુધી જેલમાં જ રહેવાના આદેશ આપ્યાં છે. આ મામલે પોલીસનું કહેવું છે કે, રાજકુંદ્રાએ ઓનલાઇન સટ્ટેબાજી પણ કરી હતી. તેના માટે તેમણે યસ બેન્કના અકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો. તેના વિશે પણ હજુ જાણકારી મેળવવાની બાકી છે. આ તમામ કારણોસર તેમને જેલમાં વધુ સમય રહેવા માટે માંગણી કરાઇ હતી.
રાજ કુંદ્રાની ધરપકડ બાદ તેમણે પહેલી વખત મૌન તોડ્યું છે અને આ મામલે રિએકશન આપ્યું છે. આ માટે શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયો સહારો લીધો છે. સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહેનાર શિલ્પાએ પતિની ધરપકડ બાદ તેનાથી અંતર બનાવી લીધું હતું. જો કે પતિ રાજ કુંદ્રાની ધરપકડ બાદ પહેલી વખત તેમણે પોતાની પ્રતિક્રિયા આપી છે.
શિલ્પા શેટ્ટીનું પોસ્ટ
શિલ્પા શેટ્ટીએ ગુરૂવારની રાત્રે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પુસ્તકથી એક પોસ્ટ શેર કરી. તેમની પોસ્ટમાં જેમ્સ થર્બરના ઉદ્ધરણ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. જેમાં લખ્યું છે કે, “ ગુસ્સે સે પીછે મૂડ કર ન દેખે, યા તો ડર સે આગે ન દેખો પરંતુ જાગરૂકતા સે દેખે’
તેમણે આગળ લખ્યું કે, “હું એક ઊંડો શ્વાસ લઉં છું કારણ કે હું ભાગ્યશાળી છું કારણ કે હું જીવિત છું, હું અતિતમાં પણ આવા પડકારોનો સામનો કરી ચૂકી છું. આજે મારે જીવનને લઇને પરેશાન નથી થવું”