શાલ વેચનાર રાજ કુંદ્રા કેવી રીતે બની ગયો અરબપતિ, જાણો શું છે તેમની સફળતાની કહાણી
રાજકુંદ્રાનું બાળપણ આર્થિક તંગીમાં વિત્યું, પિતા એક ફેક્ટરીમાં અને માતા એક ચશ્માની દુકાનમાં કામ કરતી હતી.
Pornography case:આજે વાત કરીશું રાજ કુંદ્રાની જિંદગીની કે, કેવી રીતે એક મધ્યમ વર્ગના પરિવારથી આવતો યુવક એક સફળ બિઝનેસ મેન બની ગયો. આ કહાણીની શરૂઆત થાય છે 9 સપ્ટેમ્બર 1975થી જ્યારે બાલકૃષ્ણા કુંદ્રા અને ઉષારાણી કુંદ્રાના ઘરે એક બાળકનો જન્મ થયો અને તેનું નામ રાખવામાં આવ્યું.રિપુસુંદર કુંદ્રા ઉર્ફ રાજ કુંદ્રા, તેમના પિતા કામની શોધમાં લુધિયાણાથી લંડન જતાં રહ્યાં. પરિવારનું ગુજરાન ચલાવવા માટે પિતાએ લંડનમાં અનેક કામ પર હાથ અજમાવ્યો, તેમણે થોડા સમય ફેક્ટરીમાં કામ કર્યું તો થોડા સમય બસ કન્ડક્ટરની પણ નોકરી કરી. રાજનું બાળપણ ખૂબ જ આર્થિક તંગીમાં વિત્યું.
પિતાને કઇ રીતે મળી સફળતા
જો કે રાજની ઉંમર વધતી ગઇ અને બીજી તરફ પિતા પણ ધીરે ધીરે સફળતાના સોપાન સર કરતા ગયા અને લંડનમાં સફળ બિઝનેસમેન બની ગયા. જ્યારે રાજ 18 વર્ષના થયા તો તેમણે કોલેજનો અલવિદા કહી દીધું. પિતાએ તેમને પોતાનું રેસ્ટોરન્ટ સંભાળવાની જવાબદારી સોંપી. જો કે રાજકુંદ્રા કંઇક અલગ જ કરવા માંગતા હતા
રાજની બિઝનેસ સફર કેવી રહી
તેમણે પિતા પાસેથી થોડા પૈસા લીધા અને દુબઇ જતાં રહ્યાં. દુબઇમાં તેમણે ડાયમંડ બિઝનેસમાં હાથ અજમાવ્યો પરંતુ સફળતા ન મળી, આ દરમિયાન તે નેપાળ ગયા અને અહીં તેની નજર પશીમીના શોલ પર પડી. નેપાળમાં આ શૌલની કિંમત ખૂબ ઓછી હતી, આ સમયે રાજને આઇડિયા આવ્યો. તેમણે નેપાળથી શૌલ ખરીદી અને લંડનમાં કેટલી કંપની સાથે ટાઇઅપ કરી વેચવાનું શરૂ કર્યું. રાજકુંદ્રાને અહીં મોટી સફળતા મળી અને તેનો બિઝનેસનું ટર્ન ઓવર લગભગ 20 મિલિયન યૂરો થઇ ગયું. રાજ પાસે અન્ય બિઝનેસમાં ઇનવેસ્ટ માટે હવે પૈસા પણ હતા.
રાજ કુંદ્રાએ ડાયમંડ બિઝનેશમાં હાથ અજમાવ્યો
તેમણે ફરી ડાયમંડ બિઝનેસમાં હાથ અજમાવ્યો અને સફળ રહ્યાં. રશિયા, યુક્રેન, યૂએઇ જેવા દેશોમાં વ્યાપારિક સંભવાનાને જોતા રાજ કુંદ્રાએ ખનન અને રિયલ એસ્ટેટના ક્ષેત્રમાં પણ રોકાણ કર્યું. બહુ ઓછા લોકો તે જાણે છે કે, વર્ષ 2004માં સક્સેસ પત્રિકાએ બ્રિટેનના સૌથી અમીર એશિયાઇ મૂળના ધનાઢ્યની યાદીમાં 198મું સ્થાન આપ્યું હતું. ત્યારે રાજની ઉંમર માત્રા 29 વર્ષ હતી અને તે આ યાદીમાં સામેલ સૌથી યુવા વ્યક્તિ હતા. રાજના પહેલા લગ્ન 2005માં કવિતા સાથે થયા. જો કે 2007માં તેમના ડિવોર્સ થઇ ગયા. ત્યારબાદ વર્ષ 2007માં શિલ્પા શેટ્ટીએ બિગ બ્રધર શો દ્રારા ઇગ્લેન્ડમાં ખૂબ લોકપ્રિયતા મેળવી. આ દરમિયાન તે રાજના સંપર્કમાં આવી અને વર્ષ 2009માં તેમણે શિલ્પા શેટ્ટી સાથે લગ્ન કરી લીધા. તે જ વર્ષે રાજકુંદ્રાએ રાજસ્થાન રોયલ્સમાં 11.7 ટકા પાર્ટનરશિપ ખરીદી. જોકે ત્યારબાદ રાજ પર સ્પોર્ટ ફિક્સિંગ અને શટ્ટાના આરોપ લાગ્યાં. ત્યારબાદ કુંદ્રા અને મયપ્પનને સસ્પેન્ડ કરીને તેની ટીમ પર બેન લગાવી દેવાયો, સાથે તેમને કોઇ પણ ક્રિકેટ ઇન્વેન્ટમાં હાજરી આપવા પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો. ત્યારબાદ તેમણે જી. એલ સ્ટ્રીમ પ્રાઇવેટ લિમિટેડમાં રોકાણ કર્યું. હાલ તેમના અશ્લિલ વીડિયો મામલે કેસ ચાલી રહ્યો છે. હવે જોવું એ રહ્યું કે,. શું તે પોતાની જાતને નિર્દોષ સાબિત કરી શકે છે કે, નહીં