એક સમયે ચાલીને જતો હતો બાંદ્રા આ એક્ટર, ઓટો-બસના ન હતા પૈસા, આવી છે સંઘર્ષની કહાણી
બોલિવૂડના સ્ટાર કોમેડિયન રાજપાલ યાદવ 2018માં એક નાણાકિય ફ્રોડના મામલે જેલ ગયા હતા. આ દરમિયાન તેના શુભ ચિંતકોએ તેમની મદદ કરી હતી.
બોલિવૂડના સ્ટાર કોમેડિયન રાજપાલ યાદવ 2018માં એક નાણાકિય ફ્રોડના મામલે જેલ ગયા હતા. આ દરમિયાન તેના શુભ ચિંતકોએ તેમની મદદ કરી હતી.
બોલિવૂડના સુપર કોમેડિયન રાજપાલ યાદવનું કહેવું છે કે, આર્થિક તંગી દરમિયાન આખી દુનિયા તેમની સાથે હતી. તેમને વિશ્વાસ હતો કે, સંકટના સમયે તેમને મદદ કરનારની કમી નહીં હોય. એક કેસમાં તેમને 2018માં જેલ જવું પડ્યું હતું. તેમને સમયસર એક વ્યક્તિને 18 કરોડ ન હતાં ચૂકવ્યાં.
તેમણે ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, જો શુભ ચિંતકે મારી મદદ ન કરી હોત તો આજે હું જ્યાં છું ત્યાં ન હોત. તેમણે તેમના સંઘર્ષના દિવસોને યાદ કરતા કહ્યું કે, “ એક દિવસ તેમની પાસે ઓટો કે બસના પણ પૈસા ન હતા. તે પૈદલ જ દરેક જગ્યાં જતો હતો.
આ સમયે જાણે દુનિયા મારી સાથે હતી
રાજપાલ યાદવ જ્યારે નાણિકય લેવડ દેવડના મામલે જેલ ગયા હતા. તે સમયને યાદ કરતા તેમને જ્યારે એક ઇન્ટરવ્યુમાં સવાલ પૂછવામાં આવ્યો કે, શું આ ખરાબ સમયમાં બોલિવૂડના લોકોએ આપનો સાથ આપ્યો હતો આપની મદદ માટે સામે આવ્યાં હતા? આ સવાલના જવાબમાં રાજપાલ યાદવે કહ્યું હતું કે, “ જો આ સમયે કોઇએ સાથ ન આપ્યો હતો તો હું આ જગ્યાએ ન હતો. આ સમયે લોકોને મારા પર વિશ્વાસ હતો અને અનેક લોકો સંકટના સમયે મદદ માટે સામે આવ્યાં હતા. મને વિશ્વાસ હતો કે મારી જે પણ જરૂરિયાત છે પુરી થઇ જશે
પૈસા ન હતા તો બાંદ્રા સુધી ચાલીને જતો
રાજપાલ યાદવે તેમના સંઘર્ષના દિવસો યાદ કરતા કહ્યું કે, “જ્યારે આપ મુંબઇમાં આવો છો ત્યારે આપ આ સમગ્ર શહેરમાં એકલા જ હોવ છો. આ સમય એવો હતો કે, મુંબઇમાં એક જગ્યાથી બીજી જગ્યાએ જવા માટે ઓટો શેર કરતા હતા તો એક સમય એવો પણ હતો કે એટલા પૈસા પણ ન હતા તો જૂહુ, લોંખેડેવાલા,આદર્શ નગર,ગોરેગાંવ, ત્યાં સુધી કે બાંદ્રા સુધી ચાલીને જવું પડતું હતુ. રાજપાલ યાદવે સંઘર્ષના દિવસોને મહત્વના ગણાવતા કહ્યું કે, જો જીવન કઠીન લાગે તો જ આપણે સફળતાની શોધ કરીએ છીએ આ સ્થિતિમાં જીવન કઠીન થાય તો મિશન સરળ થઇ જાય છે અને જીવન સરળ લાગે તો મિશન આપનાથી દૂર થઈ જાય છે.