આ પોસ્ટ પર તેણે લખ્યુ છે કે, કોકોચી મિકીમોટો દુનિયામાં 'પર્લ કિંગ' નામથી જાણીતો છે. વર્ષ 1916થી તે કામ કરે છે આ બ્રાન્ડ ઇન્ડસ્ટ્રીમાં એક બેંચમાર્ક છે. કદાચ એટલે જ 'જ્વેલરી ડિઝાઇનર ઓફ ધ યર' રિદ્ધિમા કપૂર આ ડિઝાઇનને પોતાની બ્રાન્ડ નેમ સાથે વેચતા પોતાને રોકી ન શકી. 'ડાયટ સબ્યા'ની આ પોસ્ટ બાદ ઘણાં ઇન્સ્ટાગ્રામ યૂઝર્સે રિદ્ધિમાની ડિઝાઇનને નકલી અને કોપી જણાવી છે. જોકે આ મામલે રિદ્ધિમાએ નિવેદન આપીને અસલી ડિઝાઈનરને ટેગ ન કરવા પર માફી માગી છે.
2/4
હાલમાં જ તેની જ્વેલરીનું નવું ફેસ્ટિવ કલેક્શન લોન્ચ કર્યુ હતું. જેમાં તેણે મોતી અને ડાયમંડની ઇયર રિંગ્સનું કલેક્શન લોન્ચ કર્યુ હતું. બાકી તો બધુ જ બરાબર હતું પણ ઇયર રિંગની એક ખાસ જોડીને કારણે રિદ્ધિમા પર ડિઝાઇન ચોરીનો આરોપ લાગ્યો છે. આ આરોપ 'ડાયટ સબ્યા' નામનાં એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા લગાવવામાં આવ્યો છે.
3/4
'ડાયટ સબ્યા'એ બે તસવીર શેર કરતાં રિદ્ધિમા પર આરોપ લગાવ્યો છે કે તેનો દાવો છે કે અસલમાં આ ડિઝાઇન 'કોકીચી મિકીમોટો'ની છે. રિદ્ધિમાએ ન ફક્ત ડિઝાઇન પણ તસવીર પણ મિકીમોટોની વેબસાઇટ પરથી ઉઠાવી છે. 'ડાયટ સબ્યા'એ બંને તવસીર શેર કરી છે. જેમાં તેણે એક ઇયરિંગ દેખાય છે અને બીજીમાં રિદ્ધિમાની પોસ્ટ નજર આવે છે.
4/4
મુંબઈઃ બોલિવૂડ એક્ટર રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર જાણીતી જ્વેલર ડિઝાઈનર છે. 'R' નામથી તેની એક સફલ જ્વેલરી બ્રાન્ડ છે. જેની ડિઝાઈન લોકોને ખૂબ પસંદ છે, પરંતુ હાલમાં જ તેની આ બ્રાન્ડ પર ડિઝાઈન ચોરીનો આરોપ લાગ્યો છે.