અમિતાભ બચ્ચને પોતાના વારસદારની કરી જાહેરાત, અભિષેક અંગે સોશિયલ મીડિયા પર કરી આ વાત
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેઓ ઘણીવાર ફિલ્મો પર પણ પ્રતિક્રિયાઓ આપતા રહે છે, પરંતુ આ વખતે તેણે ટ્વિટર પર તેની એક જાહેરાતથી બધાને ચોંકાવી દીધા છે.
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેઓ ઘણીવાર ફિલ્મો પર પણ પ્રતિક્રિયાઓ આપતા રહે છે, પરંતુ આ વખતે તેણે ટ્વિટર પર તેની એક જાહેરાતથી બધાને ચોંકાવી દીધા છે. હકિકતમાં અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર પોતાના વારસદારની જાહેરાત કરી છે. બીગ બીએ સોશિયલ મીડિયા પર ફિલ્મી સ્ટાઈલમાં પોતાના ઉત્તરાધિકારીના નામની જાહેરાત કરી છે.
મેગાસ્ટારે પોતાના ઉત્તરાધિકારી વિશેના સસ્પેન્સનો અંત લાવતા કહ્યું કે, અભિષેક બચ્ચન તેમનો ઉત્તરાધિકારી છે. વાસ્તવમાં, અમિતાભ બચ્ચને અભિષેકની આગામી ફિલ્મ દસવીનું ટ્રેલર જોયા બાદ પોતાના પુત્રના વખાણ કર્યા છે.
T 4230 - https://t.co/tTX69tWAc6
— Amitabh Bachchan (@SrBachchan) March 23, 2022
"मेरे बेटे, बेटे होने से मेरे उत्तराधिकारी नहीं होंगे ;
जो मेरे उत्तराधिकारी होंगे वो मेरे बेटे होंगे !"
~ हरिवंश राय बच्चन
Abhishek तुम मेरे उत्तराधिकारी हो - बस कह दिया तो कह दिया !
અમિતાભ બચ્ચને તેમના પિતા હરિવંશરાય બચ્ચનની પંક્તિઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે હતી અને કહ્યું હતું કે, મારો પુત્ર, પુત્ર હોવાને કારણે મારો વારસદાર નહીં બને, જે મારો વારસદાર હશે તે મારો પુત્ર હશે! - હરિવંશરાય બચ્ચન.' 'અભિષેક તમે મારા ઉત્તરાધિકારી છો - બસ કહી દીધુ તો કહી દીધું.
Chaudhary saab @juniorbachchan all the best for your #Dasvi
— Ajay Devgn (@ajaydevgn) March 23, 2022
Zabardast Trailer!
Looking forward to watching the film on 7th April. https://t.co/0AjRJorkcu#DasviTrailer out now.
અમિતાભ બચ્ચનના આ ટ્વીટ પર તેમના પુત્ર અભિષેકે પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યું લવ યૂ પા. હંમેશા અને હંમેશા. અભિષેક બચ્ચનની નીવી ફિલ્ન દસવીને લોકો તરફથી ખુબ પ્રશંશા મળી રહી છે. તેમની પ્રશંશા કરનારા લોકોમાં દિપિકા પાદુકોણથી લઈને અજય દેવગન સામેલ છે.
તમને જણાવી દઈએ કે, અભિષેક બચ્ચનની ફિલ્મ દસવી 7 એપ્રિલથી ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં અભિષેકની સાથે યામી ગૌતમ અને નિમ્રત કૌર પણ લીડ રોલમા છે. અભિષેક આ ફિલ્મમાં એક જાટ નેતાનો રોલ પ્લે કરતો જોવા મળશે.