શોધખોળ કરો
Advertisement
‘સ્ટુડિયોમાં આવ ત્યારે સેક્સી ડ્રેસ પહેરીને આવજે એટલે હું....’, આ એક્ટ્રેસે કર્યો મોટો ખુલાસો
મને કહેવામાં આવ્યું કે કોઇ સેક્સી ડ્રેસ પહેરીને સ્ટુડિયો આવ. એટલે હું જોઈ શકું કે તું આકર્ષી શકે કે નહીં.
નવી દિલ્હીઃ યૌન શોષણ બોલિવૂડ હોય કે હોલિવૂડ એક સળગતો પ્રશ્ન છે. બોલિવૂડની અભિનેત્રીઓ બાદ હવે હોલિવૂડની અભિનેત્રીઓ પણ નવા નવા ખુલાસા કરી રહી છે. હાલમાં જ અભિનેત્રી વિદરસ્પૂને મોટો ખુલાસો કર્યો છે.
હોલિવૂડ એક્ટ્રેસ વિદરસ્પૂનનું કહેવું છે કે, તેણે એ તમામ વસ્તુ પર આજે પણ વિશ્વાસ નથીથતો જે તેણે નાની ઉંમરમાં ભૂમિકા ભજવવા માટે કરી હતી. એક્ટ્રેસે હોલિવૂડ રિપોર્ટર ડોટ કોમને જણાવ્યું કે, તેણે એક વખત સ્ટૂડિયોના પ્રમુખને મળવાનું હતું, જેનું માનવું હતું કે વિદરસ્પૂન બિલકુલ ટ્રેસી ફ્લિક જેવી જ હશે. આ વર્ષ 1999માં ફિલ્મ ઇલેક્શનમાં વિદરસ્પૂની ભૂમિકાનું નામ હતું, જે ખૂબ જ ગંભીર સ્વભાવની હીત અને એવામાં વિદરસ્પૂને કહેવામાં આવ્યું કે, સ્ટેડૂયિમાં હેડને મળવા માટે તે સજી ધજીને આવે.
આગળ વાત કરતાં અભિનેત્રીએ જણાવ્યું કે, મને કહેવામાં આવ્યું કે કોઇ સેક્સી ડ્રેસ પહેરીને સ્ટુડિયો આવ. એટલે હું જોઈ શકું કે તું આકર્ષી શકે કે નહીં. તે વખતે હું ફક્ત 23 વર્ષની હતી અને મારુ એક બાળક પણ હતુ. રૂપિયાની જરૂર હતી અને આવું કરવાની સલાહ તમને તેવા લોકો પાસેથી મળે છે, જે સારી રીતે જાણે છે કે તેઓ શું કરી રહ્યાં છે અને શું કરવા માગે છે. પરંતુ અભિનેત્રીએ કહ્યું કે જો આજે કોઈ મને કહે કે સેક્સી ડ્રેસ પહેરીને આવ તો હું એની હાલત ટાઈટ કરી નાખું છું.
વિદરસ્પૂને નવોદિત કલાકારોને આગ્રહ કર્યો કે જો આજે કોઈ તેમને ઓડિશન માટે સેક્સી ડ્રેસ પહેરવાની સલાહ આપે તો તેનો ઉધડો લઈ લેવો જોઈએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement