શોધખોળ કરો
Advertisement
'સુશાંતને પ્રેમ કરવાની મળી સજા', જાણો રિયાની ધરપકડ બાદ કોણે આપ્યું આવું નિવેદન
સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ રિયાની ધરપકડ બાદ એક સ્પેશ્યલ ટ્વિટ કર્યુ હતું. શ્વેતા સિંહે પોતાના ટ્વિટ પર લખ્યું- ભગવાન અમારી સાથે છે.
મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત મોત મામલે ડ્રગ્સ કનેક્શનને લઇને તપાસ કરી રહેલી એનસીબીએ મંગળવારે બપોરે 3:45 કલાકે અભિનેત્રી રિયા ચક્રવર્તીની ધરપકડ કરી હતી. સુશાંત સિંહ રાજપૂત મોત મામલા સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં આજે સતત ત્રીજા દિવસની લાંબી પુછપરછ બાદ એનસીબીએ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી હતી. ધરપકડની જાણકારી તેના પરિવારજનોને જાણકારી આપવામાં આવી હતી. મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા બાદ તેને એનસીબી ઓફિસ લાવવામાં આવશે.
રિયાની ધરપકડ બાદ તેના વકીલનું મોટું નિવેદન સામે આવ્યું છે. રિયાના વકીલ સતીશ માનેશિંદેએ કહ્યું કે, "તે ડ્રગ એડિક્ટને પ્રેમ કરવાની સજા ભોગવી રહી છે. જે અનેક વર્ષોથી માનસિક સ્વાસ્થ્યથી પીડિત હતો અને ગેરકાયદેસર દવાના સેવનના કારણે આત્મહત્યા કરી હતી. ત્રણ કેન્દ્રીય એજન્સીઓ એક મહિલા પાછળ હાથ ધોઈને પડી હતી."
સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ એક સ્પેશ્યલ ટ્વિટ કર્યુ હતું. શ્વેતા સિંહે પોતાના ટ્વિટ પર લખ્યું- ભગવાન અમારી સાથે છે.
એનસીબીએ રિયાની રવિવારે છ કલાક અને સોમવારે આઠ કલાક પુછપરછ કરી હતી. આ દરમિયાન એનસીબીએ તેના નાના ભાઇ શૌવિક ચક્રવર્તી (24), રાજપૂતના હાઉસ મેનેજર સેમ્યૂઅલ મિરાંડા (33) અને સુશાંતના પ્રાઇવેટ સ્ટાફ સભ્ય દીપેશ સાવંતનો આમનો સામનો કરાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, તપાસ એજન્સીને મોબાઇલ ફોન ચેટ રેકોર્ડ અને અન્ય ઇલેક્ટ્રૉનિક ડેટા મળ્યા હતા, જેમાં પ્રતિબંધિત માદક પદાર્થની ખરીદીમાં આ લોકોની સંલિપ્તતા સામે આવી હતી. એનસીબીએ છેલ્લા કેટલાક દિવસોથી મામલાની તપાસ દરમિયાન આ ત્રણેયની ધરપકડ કરી છે.
આ પહેલા એનસીબીની પુછપરછમાં રિયાએ કબુલ્યુ હતુ કે સુશાંતની સાથે તે પણ ડ્રગ્સ લેતી હતી. આ પહેલા રિયાએ ડ્રગ્સ લેવાનો ઇનકાર કરી દીધો હતો. પણ જ્યારે તેનો સામનો શૌવિક સાથે કરાવ્યો ત્યારે રડવા લાગી અને તેને ખુદ કબુલ્યુ કે તે ડ્રગ્સ લેતી હતી. રિયાએ સુશાંત માટે ડ્રગ્સ અને તેની કંપનીને પણ મોટો ખુલાસો કર્યો.
એનસીબીની પુછપરછ દરમિયાન રિયાએ કહ્યું કે, સુશાંતના મોત બાદ તેને ક્યારેય ડ્રગ્સ નથી લીધુ. હું સુશાંતને બહુ જ પ્રેમ કરતી હતી. સુશાંત પહેલાથી જ ડ્રગ્સ લઇ રહ્યો હતો, તે ડ્રગ્સ ક્યાંથી મંગાવતો હતો તે તેને નથી ખબર. લૉકડાઉન દરમિયાન સુશાંતના ડીલર પાસેથી સુશાંતને ડ્રગ્સ ન હતુ મળી રહ્યો, એટલા માટે તે સમયે શૌવિકે ડ્રગ્સ મંગાવવાનુ શરૂ કર્યુ હતુ. કેટલીકવાર સુશાંત, રિયા અને શૌવિકે એક સાથે પણ ડ્રગ્સ લીધો હતો.
પુછપરછમાં રિયાએ ડ્રગ્સ કનેક્શનને લઇને બૉલીવુડના કેટલાક નામોનો પણ ખુલાસો કર્યો છે. એનસીબી બહુ જલ્દી બૉલીવુડના આ લોકોને સમન્સ મોકલીને પુછપરછ માટે બોલાવી શકે છે. એનસીબીએ જ્યારે રિયાના ઘરે દરોડા પાડ્યા હતા ત્યારે તેના ઘરેથી કેટલાક ઇલેક્ટ્રૉનિક્સ ડિવાઇસ મળ્યા હતા. તેને ફૉરેન્સિક તપાસમાં બહાર આવ્યુ છે કે વર્ષ 2017, 2018, 2019માં રિયાની ડ્રગ્સ કંપની ખુબ એક્ટિવ હતી. આ ડ્રગ્સ કંપનીના કેટલાક રાજ એનસીબીની સામે આવ્યા છે. ટેબલેટમાંથી એનસીબીને તમામ વીડિયો અને તસવીરો મળી છે, જેમાં બૉલીવુડના કેટલાય ચહેરા દેખાઇ રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion