શોધખોળ કરો
Advertisement
CABને લઈને સરકાર પર ભડકી આ બોલિવૂડ એક્ટ્રેસ, કહ્યું- ધાર્મિક કટ્ટરતાના રસ્તે ચાલનાર ક્યારેય......
બુધવારે લોકસભા બાદ નાગરિકતા સંશોધન બિલ રાજ્યસભામાંથી પણ પાસ થઈ ગયું છે.
નવી દિલ્હીઃ રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ પાસ થઈ ગયું છે. રાજનીતિમાં એક પક્ષ બિલના સમર્થનમાં છે તો બીજો પક્ષ તેને ઈતિહાસનો કાળો દિવસ ગણાવી રહ્યો છે. ત્યારે બોલિવૂડમાંથી પણ આ મામલે રિએક્શન આવી રહ્યા છે. બોલિવૂડ એક્ટ્રેસ રિચા ચડ્ઢાએ તેને લઈને ટ્વીટ કર્યું છે અને પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
રિચા ચડ્ઢાએ નાગરિકાત સંશોધન બિલને લઈને એક પછી એક ટ્વીટ કર્યા છે. તેણે લખ્યું, ‘ધાર્મિક કટ્ટરતાના રસ્તે ચાલનારો કોઈપણ દેશ ક્યારે ફૂલ્યોફાલ્યો નથી. ઉદાહરણોને લાંબા સમય સુધી નજરઅંદાજ ન કરી શકાય. હું એક ઉજ્જડ, શુષ્ક, આશાહીન, અશિક્ષિત લોકો (મૂળ તો ટેક્સ ભરનારા) દ્વારા વસાવવામાં આવેલ જમીન જોઈ રહી છું, તોપ નો ચારો....આ જ આશા છે કે લોકો સમજદારીથી કામ લેશે.’ જણાવીએ કે રિચા ચડ્ઢાનું ટ્વીટ ખૂબ વાયરલ થઈ રહ્યું છે.
No country that has become religiously extreme has prospered... examples are far too many to ignore. I see a barren,arid,hopeless,smokey,impoverished land inhabited by uneducated people who’re basically tax-paying,cannon fodder... praying for better sense to prevail. ❤️ https://t.co/gyWlGodBzd
— TheRichaChadha (@RichaChadha) December 11, 2019
એક્ટ્રેસ રિચા ચડ્ઢાના ટ્વીટ પર અનેક લોકોએ રિએક્ટ કર્યું છે અને તેના પર નિશાન સાધ્યું છે જેનો તેણે જડબાતોડ જવાબ આપ્યો છે. એક ટ્વીટના રિપ્લાયમાં તેણે લખ્યું, ‘હું minority નથી, માણસ છું....ઠીક એમ જેમ તમે એક છોલાયેલ ઉકળેલું બટાટું છો, માણસ નથી. અને બટાટાને કોઈ લાગણી નથી હોતી...તે માત્ર ઉકળતું રહે છે....goodbye બટેટા.’ બુધવારે લોકસભા બાદ નાગરિકતા સંશોધન બિલ રાજ્યસભામાંથી પણ પાસ થઈ ગયું છે. બિલના પક્ષમમાં 125 સાંસદોએ મતદાન કર્યું તો 105 સાંસદોએ તેની વિરૂદ્ધ મતદાન કર્યું.मैं minority नहीं हूँ, इंसान हूँ... ठीक वैसे जैसे आप एक छिला हुआ उबला आलू हैं, इंसान नहीं। और आलू की कोई feelings नहीं होती... वो बस उबलता रहता है। goodbye आलू। https://t.co/jQ1Jm4heTI
— TheRichaChadha (@RichaChadha) December 11, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion