શોધખોળ કરો

Kartik Aaryan: ‘પઠાણ’ના રસ્તે શહેજાદા, બુર્જ ખલીફા પર દેખાયું કાર્તિક આર્યનની ફિલ્મનું ટ્રેલર

કાર્તિક દેશના વિવિધ ભાગોમાં જઈને ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો છે. જ્યાં તેને ચાહકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. આ દરમિયાન પઠાણની જેમ શહેજાદાનું ટ્રેલર દુબઈના બુર્જ ખલીફા પર દેખાડવામાં આવ્યું હતું

Shehzada Teaser: બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ શહેજાદાના પ્રમોશનમાં વ્યસ્ત છે. કાર્તિક દેશના વિવિધ ભાગોમાં જઈને ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો છે. જ્યાં તેને ચાહકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. આ દરમિયાન કાર્તિકે શાહરૂખ ખાનના માર્ગને અનુસર્યો છે અને શહેજાદાનું ટ્રેલર પઠાણની જેમ જ દુબઈના બુર્જ ખલીફા પર દેખાડવામાં કરવામાં આવ્યું છે. કાર્તિકે પોતે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

કાર્તિકે વીડિયો શેર કર્યો

કાર્તિક આર્યન સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં કાર્તિક આર્યન દુબઈના બુર્જ ખલીફા પર જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે શહેજાદાનું ટ્રેલર દુનિયાની સૌથી ઊંચી ઈમારત પર ચલાવવામાં આવે છે અને ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજર છે. વીડિયોમાં ચાહકો પણ કાર્તિક પર પ્રેમ વરસાવતા જોવા મળે છે. આ વીડિયોમાં કાર્તિક આર્યનના ચહેરા પર જોરદાર સ્માઇલ જોવા મળી રહ્યું છે.

શહેજાદા 17 ફેબ્રુઆરીએ રિલીઝ થશે

તમને જણાવી દઈએ કે શહેજાદાનું નિર્દેશન રોહિત ધવન દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં કાર્તિક આર્યન, કૃતિ સેનન, મનીષા કોઈરાલા, પરેશ રાવલ, રોનિત રોય અને સચિન ખેડેકર મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું સંગીત પ્રીતમ દ્વારા આપવામાં આવ્યું છે, જેનું નિર્માણ ભૂષણ કુમાર, અલ્લુ અરવિંદ, અમન ગિલ અને કાર્તિક આર્યન દ્વારા કરવામાં આવ્યું છે. શહેજાદા 17 ફેબ્રુઆરી 2023ના રોજ રિલીઝ થવાની છે. શહેજાદા અલ્લુ અર્જુનની ફિલ્મ આલા વૈકુંઠપુરમ્લોની હિન્દી રિમેક છે.

પઠાણના રસ્તે રાજકુમાર!

ઉલ્લેખનીય છે કે અગાઉ શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણનું ટ્રેલર પણ દુબઈના બુર્જ ખલીફા પર રિલીઝ કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર શાહરૂખ ખાનના ફેન્સ આ જોઈને ખૂબ જ ખુશ થયા હતા. શાહરૂખ ખાનના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. પઠાણ બોલિવૂડની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. પઠાણે 500 કરોડનો આંકડો પાર કર્યો છે.

આ પણ વાંચો:Pathaan Ticket Price: 500 કરોડ ક્લબમાં સામેલ થવા પર 'પઠાણ'ના ચાહકોને મળી ભેટ, ફિલ્મની ટિકિટ થઈ સસ્તી

Pathaan Ticket Price Reduced: સિદ્ધાર્થ આનંદ દ્વારા દિગ્દર્શિત યશ રાજ ફિલ્મ્સ પ્રોડક્શનની ફિલ્મ 'પઠાણ' માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ધમાલ મચાવી રહી છે. શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મે અત્યાર સુધીમાં વિશ્વભરમાં રૂ. 964 કરોડનું કલેક્શન કર્યું છે અને તે 1000 કરોડની ક્લબમાં સામેલ થવાથી થોડા જ પગલાં દૂર છે. તે જ સમયે 'પઠાણ'એ 500 કરોડનો જાદુઈ આંકડો પાર કરી લીધો છે અને ભારતીય બોક્સ ઓફિસ પર નવો રેકોર્ડ બનાવ્યો છે. તે જ સમયે સમાચાર આવી રહ્યા છે કે ફિલ્મને દર્શકો તરફથી મળી રહેલા અપાર પ્રેમને જોઈને નિર્માતાઓએ માસ્ટર સ્ટ્રોક રમ્યો છે અને 17 ફેબ્રુઆરીએ 'પઠાણ'ની ટિકિટ સસ્તી કરી દીધી છે.

17 ફેબ્રુઆરીની 'પઠાણ' ટિકિટ સસ્તી

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના લેટેસ્ટ ટ્વીટમાં 17 ફેબ્રુઆરીએ 'પઠાણ'ની ટિકિટના ભાવમાં થયેલા ઘટાડા અંગે માહિતી આપી હતી. તેણે પોતાના ટ્વીટમાં લખ્યું, "YRF 'પઠાણ દિવસ'નું આયોજન કરે છે... #Pathan રૂ. 500 કરોડનો આંકડો પાર કરીને #YRF એ 17મી ફેબ્રુઆરી 2023ના રોજ પઠાણ દિવસનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે... # ટિકિટ @ 110 રૂપિયા PVR પર, #IONX અને #Cinepolis [બધા શો]

'પઠાણ' 500 કરોડની ક્લબમાં સામેલ

'પઠાણ' તેની રિલીઝના 22માં દિવસે 500 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. 'પઠાણ'માં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ લીડ રોલમાં છે. ફિલ્મને રિલીઝ થયા બાદથી જ દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. શાહરૂખ ખાને ચાર વર્ષના લાંબા વિરામ બાદ 'પઠાણ' સાથે કમબેક  કર્યું છે અને ચાહકોએ કિંગ ખાનની વાપસીની ઉગ્ર ઉજવણી કરી હતી. જો કે આ ફિલ્મની રિલીઝ પહેલા ઘણો વિવાદ થયો હતો. બેશરમ રંગ ગીતમાં ભગવા રંગની બિકીની પહેરેલી દીપિકા પાદુકોણે સામે વાંધો વ્યક્ત કરતાં અનેક નેતાઓ અને હિન્દુ સંગઠનોએ 'પઠાણ'ના બહિષ્કારની પણ માંગણી કરી હતી. જોકે આ ફિલ્મ રિલીઝ થઈ અને તેણે ઈતિહાસ રચ્યો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
PM મોદીએ મનમોહન સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું- તેમણે આર્થિક નીતિ પર મજબૂત છાપ છોડી
PM મોદીએ મનમોહન સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું- તેમણે આર્થિક નીતિ પર મજબૂત છાપ છોડી
Manmohan Singh Death: પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહના આ મોટા નિર્ણયોએ બદલી ભારતની તસવીર
Manmohan Singh Death: પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહના આ મોટા નિર્ણયોએ બદલી ભારતની તસવીર
Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ
Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભમતું મોતHun To Bolish : હું તો બોલીશ : લાલ પાણી કોનું પાપ?Sabar Dairy Incident : સાબર ડેરીમાં મોટી દુર્ઘટના! બોઈલરની સફાઈ દરમિયાન ગૂંગળામણથી એકનું મોતKheda Accident News : ખેડામાં રફ્તારનો કહેર! પીપલગ રોડ પર બેફામ દોડતી કારે 3 વાહનોને મારી ટક્કર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
PM મોદીએ મનમોહન સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું- તેમણે આર્થિક નીતિ પર મજબૂત છાપ છોડી
PM મોદીએ મનમોહન સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું- તેમણે આર્થિક નીતિ પર મજબૂત છાપ છોડી
Manmohan Singh Death: પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહના આ મોટા નિર્ણયોએ બદલી ભારતની તસવીર
Manmohan Singh Death: પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહના આ મોટા નિર્ણયોએ બદલી ભારતની તસવીર
Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ
Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
General Knowledge: અવકાશયાત્રીઓ અવકાશમાં બીમાર પડે ત્યારે તેમની સાથે કેવી રીતે કરવામાં આવે છે સારવાર, જાણીલો પદ્ધતિ
General Knowledge: અવકાશયાત્રીઓ અવકાશમાં બીમાર પડે ત્યારે તેમની સાથે કેવી રીતે કરવામાં આવે છે સારવાર, જાણીલો પદ્ધતિ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
Embed widget