શોધખોળ કરો
બોલિવૂડના આ એક્ટરે દશેરાએ બોટલ ઓપનરની કરી પૂજા, ગુસ્સે ભરાયેલા લોકોએ કર્યા ટ્રોલ
ઋષિ કપુરે પોતે કરેલી ‘શસ્ત્ર પૂજા’ની તસવીરો સોશયલ મીડિયા પર શેર કરી. દશેરાએ લોકો પોતાના શસ્ત્રોની પૂજા કરતા હોય છે.

નવી દિલ્હીઃ મોટાભાગની બોલિવૂડ હસ્તિઓએ મંગળવારે પોતાના ફેન્સને દુર્ગા પૂજા અને દશેરાની પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી શુભેચ્છા પાઠવી હતી. અભિનેતા ઋષિ કપૂરે અલગ અંદાજમાં તહેવારની શુભેચ્છા પાઠવવાના ચક્કરમાં શસ્ત્ર પૂજાને એક નવો વળાંક આપ્યો. તેમણે દશેરા પર ‘શસ્ત્ર પૂજા’ તરીકે બોટલ ઓપનરની પૂજા કરી હતી. દશેરાના દિવસે હથિયારોની સફાઈ અને પૂજા કરવામાં આવે છે.
ઋષિ કપુરે પોતે કરેલી ‘શસ્ત્ર પૂજા’ની તસવીરો સોશયલ મીડિયા પર શેર કરી. દશેરાએ લોકો પોતાના શસ્ત્રોની પૂજા કરતા હોય છે. ત્યારે ઋષિ કપુરે બોટલ ઓપનરની કરેલી પૂજાથી લોકો ગુસ્સે ભરાયા અને તેમને ખૂબ ટ્રોલ કર્યા.
ઋષિ કપુરે ‘સિંદુર’ અને ‘ચંદન તિલક’ સાથે એક બોટલ ઓપનરની તસવીર ટ્વિટ કરી અને લખ્યું કે, ‘હેપ્પી દશેરા! તહેવારોની સીઝન શરૂ થાય છે. હથિયારોનો ઉપયોગ જવાબદારી પૂર્વક કરો.’Happy Dusserah! Festive season begins. Use weapon responsibly 😊 pic.twitter.com/69YFNGvtJQ
— Rishi Kapoor (@chintskap) October 8, 2019
बोतलें खुलने में पूरा RKstudio बिक गया पर धर्म का मज़ाक उड़ाने की खाज़ नही गयी😂😂😂
— Pratik Karpe (@pratikkarpe55) October 8, 2019
ये दुनिया का सबसे खतरनाक हथियार है इसने न जाने कितने घरों को बर्बाद किया है।
— Devashish Chauhan (@devashish0001) October 8, 2019
ઉલ્લેખનીય છે કે, ઋષિ કપુર તાજેતરમાં જ પત્ની નીતુ સાથે ઈટાલી રજાઓ માણવા ગયા હતા અને ત્યાંની કેટલીક તસવીરો શેર કરી હતી. ઋષિ અમેરિકામાં 11 મહિના રહીને હાલમાં જ ભારત પાછા આવ્યા છે. તે અમેરિકા કેન્સરની સારવાર માટે ગયા હતા.शर्म आनी चाहिए आपको
— Guru ji (@Guru64362169) October 8, 2019
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
રાજકોટ
દેશ
દેશ
દેશ
Advertisement