પાઈ-પાઈ માટે વલખાં માર્યા હતા 'મહાભારત'ની 'દ્રૌપદીએ', પતિના લીધે ત્રણ વાર આત્મહત્યાનો કર્યો હતો પ્રયાસ
Roopa Ganguly Tragic Life Story: મહાભારતમાં 'દ્રૌપદી'ની ભૂમિકા ભજવ્યા બાદ રૂપા ગાંગુલી ઘર-ઘરમાં જાણીતી બની ગઈ હતી. જો કે આટલું નામ અને ખ્યાતિ કમાવવા છતાં અભિનેત્રીનું જીવન ઉતાર ચઢાવથી ભરેલું રહ્યું.
Roopa Ganguly Tragic Life: લોકો રૂપા ગાંગુલીને 'મહાભારતની દ્રૌપદી' તરીકે વધુ સારી રીતે ઓળખે છે. બીઆર ચોપરાની મહાભારતમાં દ્રૌપદીનું પાત્ર ભજવીને રૂપા ગાંગુલીએ ઘણી લોકપ્રિયતા મેળવી હતી. રૂપા ગાંગુલીએ તેની કારકિર્દીમાં સાહેબ એક દિન અચનાક, પ્યાર કે દેવતા, બહાર આને તક, સૌગંધ, નિશ્ચય અને બરફી જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. પરંતુ તેને ઓળખ માત્ર 'દ્રૌપદી'થી મળી હતી. પરંતુ શું તમે જાણો છો કે આટલું નામ અને પ્રસિદ્ધિ કમાવવા છતાં અભિનેત્રીનું જીવન ઉથલપાથલથી ભરેલું હતું.
ત્રણ વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો
રૂપા ગાંગુલીએ પોતાના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા. એક સમયે અભિનેત્રીના જીવનમાં એવી સ્થિતિ આવી કે તેના અસફળ લગ્ન જીવનની અસર તેના અંગત અને વ્યાવસાયિક જીવન પર થવા લાગી. એટલું જ નહીં અભિનેત્રી ડિપ્રેશનમાં પણ ચાલી ગઈ હતી. તેણી તેના જીવનથી એટલી પરેશાન હતી કે તેણે ત્રણ વખત આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તમને જણાવી દઈએ કે 1992માં રૂપા ગાંગુલીએ મિકેનિકલ એન્જિનિયર ધુબ મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંનેને એક પુત્ર થયો. પરંતુ થોડા સમય બાદ બંને વચ્ચે અણબનાવ શરૂ થયો હતો. રૂપાના પતિ રૂપાના કામને લઈને અસુરક્ષિત અનુભવતો હતો.
આ કારણે તેણે ફિલ્મોમાં કમબેક કર્યું
રૂપાના કહેવા પ્રમાણે તેણે લગ્નને બચાવવાનો પૂરો પ્રયાસ કર્યો પરંતુ તે થઈ શક્યું નહીં. રૂપાએ ઘરે રહેવાનું શરૂ કર્યું અને ફિલ્મો સાથે નાતો તોડી નાખ્યો. તે આર્થિક રીતે તેના પતિ પર નિર્ભર બની ગઈ હતી. પરંતુ તેના પતિએ પણ તેને મદદ કરી ન હતી. જ્યારે રૂપાને આર્થિક સમસ્યાઓ થવા લાગી ત્યારે તેણે ફિલ્મોમાં કમબેક કરવાનું નક્કી કર્યું. આટલું જ નહીં આખરે તેણે તેના પતિ સાથે છૂટાછેડા લઈને આ ખરાબ સંબંધોમાંથી પોતાની જાતને મુક્ત કરી લીધી.