શોધખોળ કરો
સંજય દત્ત, આલિયા અને આદિત્ય રોય કપૂરની ફિલ્મ ‘સડક-2’નું ટ્રેલર રિલીઝ, જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ ?
સંજય દત્ત, આલિયા ભટ્ટ અને આદિત્ય રોય કપૂર સ્ટારર ફિલ્મ ‘સડક-2’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.

મુંબઈ: સંજય દત્ત, આલિયા ભટ્ટ અને આદિત્ય રોય કપૂર સ્ટારર ફિલ્મ ‘સડક-2’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મના ટ્રેલરને પહેલા 11 ઓગસ્ટે રિલીઝ કરવાના હતા પરંતુ સંજય દત્તને કેન્સર હોવાના અહેવાલ આવ્યા બાદ તેને ટાળી દેવામાં આવ્યું હતું. ટ્રેલરમાં થ્રિલર અને રોમાન્સનું ફુલ કોમ્બિનેશન જોવા મળી રહ્યું છે. ટ્રેલરમાં જોઈ શકાય છે કે, આલિયા ભટ્ટ જે આર્યાની ભૂમિકામાં છે જે આદિત્ય રોય કપૂર એટલે વિશાલને પ્રેમ કરે છે. પરંતુ આ લવ સ્ટોરીમાં એક વિલન પણ છે. ફિલ્મમાં સંજય દત્ત રવિ નામના એક ટ્રાવેલ એજન્ટની ભૂમિકા ભજવી રહ્યો છે. જે આલિયા અને આદિત્યને એક ટૂરિસ્ટ બુકિંગ પર લઈને જાય છે. ટ્રેલરમાં દર્શાવામાં આવ્યું છે કે, વિલેન આલિયા અને આદિત્યને કેમ અલગ કરવા માંગે છે. જો કે, ફિલ્મનું ટ્રેલર વધુ ઈન્પ્રેન્સ નથી રહ્યું. જણાવી દઈએ કે, આલિયા ભટ્ટ, સંજય દત્ત અને આદિત્ય રોય કપૂરની ફિલ્મ સડક-2’ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર 28 ઓગસ્ટે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં જિશું સેનગુપ્તા, મકરંદ દેશપાંડે, ગુલશન ગ્રોવર, પ્રિયંકા બોસ, મોહન કપૂર અને અક્ષય આનંદ પણ નજર આવશે. ફિલ્મ સડક-2નું નિર્દેશન મહેશ ભટ્ટે કર્યું છે. આ ફિલ્મ 1991માં આવેલી ફિલ્મની સીક્વલ છે. જેમાં પૂજા ભટ્ટ અને સંજય દત્ત લીડ રોલમાં હતા. મહેશ ભટ્ટે 21 વર્ષ બાદ પડદા પર નિર્દેશક તરીકે વાપસી કરી છે. તેમની છેલ્લી નિર્દેશિત ફિલ્મ ‘કારતૂસ’ હતી, જે 1999માં રિલીઝ થઈ હતી.
વધુ વાંચો





















