સાગરિકા ઘાટગેએ ચક દે ઈન્ડિયા દ્વારા અલગ ઓળખ બનાવી હતી.
2/6
ઝહીર અને સાગરિકાએ નવેમ્બર 2017માં લગ્ન કર્યા હતા.
3/6
નવી દિલ્હીઃનવેમ્બર 2017માં ક્રિકેટર ઝહીર ખાન સાથે લગ્ન કર્યા બાદ ચક દે ગર્લ સાગરિકા ઘાટગે સિલ્વર સ્ક્રીન પર વાપસી કરી રહી છે. થોડો સમય ઈન્ડસ્ટ્રીથી દૂર રહ્યા બાદ સાગરિકા નવા અંદાજમાં જોવા મળશે. પડદા પર હોકી રમ્યા અને ક્રિકેટર સાથે લગ્ન કર્યા બાદ હવે તે ફૂટબોલમાં હાથ અજમાવવા જઈ રહી છે.
4/6
ફિલ્મના ડાયરેક્ટર મિલિંદ કે. ઉકેએ કહ્યું કે, સાગરિકા આ ફિલ્મ માટે મારી એકમાત્ર પસંદ હતી. તેને આ વિષય પસંદ આવ્યો અને તે ફિલ્મને લઈ ફૂટબોલની જબરદસ્ત ટ્રેનિંગ લઈ રહી છે. મરાઠીમાં આ પ્રકારની પ્રથમ ફિલ્મ હશે, કારણકે કોઈ મહિલા ફૂટબોલ રમતી હોય તેને લઈ કોઈ ફિલ્મ બની નથી.
5/6
ફિલ્મમાં સાગરિકા લીડ રોલમાં છે. જેમાં તેને સાડી પહેરીને ફૂટબોલ રમતી જોઈ શકાશે. ફિલ્મની કહાની મધ્યમવર્ગીય ગૃહિણીઓની રાહમાં આવતાં વિઘ્નો અને ઉપલબ્ધિઓ દર્શાવે છે.
6/6
સાગરિકાની આગામી ફિલ્મ મોન્સૂન ફૂટબોલ છે. આ મરાઠી ફિલ્મમાં સાગરિકા મધ્યમવરગ્યી હાઉસવાઇફના રોલમાં છે. આ ફિલ્મની કહાની પોતાની જિંદગી પોતાની શરતો પર જીવવા માંગતી મહિલાની આસપાસ ફરે છે.