શોધખોળ કરો
Advertisement
સૈફ અલી ખાનની ફિલ્મ 'જવાની જાનેમન' રિલીઝના બીજા દિવસે ઓનલાઈન લીક, કમાણી પર પડશે અસર
સૈફ અલી ખાનની ફિલ્મ જવાની જાનેમન રિલીઝના એક જ દિવસ બાદ ઓનલાઈન લીક થઈ ગઈ છે. તમિલરોકર્સ નામની વેબસાઈટે ફિલ્મની એચડી પ્રિન્ટ ઓનલાઈન લીક કરી છે.
મુંબઈ: સૈફ અલી ખાનની ફિલ્મ જવાની જાનેમન રિલીઝના એક જ દિવસ બાદ ઓનલાઈન લીક થઈ ગઈ છે. તમિલરોકર્સ નામની વેબસાઈટે ફિલ્મની એચડી પ્રિન્ટ ઓનલાઈન લીક કરી છે. ફિલ્મની પાઈરેટેડ વર્ઝન ઘણી વેબસાઈટ પર ઉપલબ્ધ છે. સૈફ અલી ખાનની આ ફિલ્મ શુક્રવારે રિલીઝ થઈ હતી. ફિલ્મ ઓનલાઈન લીક થવાના કારણે કમાણી પર અસર પડશે.
તમિલરોકર્સ પર અનેક ફિલ્મ્સ રિલીઝ થયાના થોડાંક જ દિવસોમાં લીક થઈ જાય છે. સૈફની આ ફિલ્મ રિલીઝના બીજા જ દિવસે લીક થઈ છે.
નીતિન કક્કરના ડિરેક્શનમાં બનેલી ‘જવાની જાનેમન’માં સૈફ અલી ખાન, તબ્બુ તથા અલાયા ફર્નીચરવાલા છે. આ ફિલ્મથી અલાયાએ બોલિવૂડ ડેબ્યૂ કર્યું છે. ફિલ્મમાં તેની એક્ટિંગના વખાણ કરવામાં આવ્યા છે. ફિલ્મમાં અલાયા એક્ટર સૈફની દીકરીના રોલમાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
Advertisement