શોધખોળ કરો
ફિલ્મ ‘જવાની જાનેમન’નું ટીઝર રિલીઝ, સૈફ અલી ખાન જોવા મળ્યો અલગજ અંદાજમાં
આ ફિલ્મમાં સૈફ અલી ખાનનું પાત્ર એક એવા વ્યક્તિનું છે, જે એકલા રહેવામાં વિશ્વાસ રાખે છે અને પોતાની યુવાનીના દિવસોમાંથી બહાર નથી નીકળી શક્યો.

મુંબઈ: સૈફ અલી ખાનની અપકમિંગ ફિલ્મ ‘જવાની જાનેમન’નું ટીઝર રિલીઝ થઈ ચુક્યું છે. જેમાં સૈફનો એક અલગજ અંદાજ જોવા મળશે. આ ફિલ્મ 31 જાન્યુઆરીએ રીલીઝ થશે. આ ફિલ્મમાં સૈફ અલી ખાનનું પાત્ર એક એવા વ્યક્તિનું છે, જે એકલા રહેવામાં વિશ્વાસ રાખે છે અને પોતાની યુવાનીના દિવસોમાંથી બહાર નથી નીકળી શક્યો. ટીઝરમાં સૈફ અલી ખાન પોતાને શેર કહેતા નજરે આવી રહ્યા છે. તે કહી રહ્યો છે કે ‘શેર ત્યાં સુધી રાજા હોય છે જ્યાં સુધી તે એકલો હોય છે. ’ ટીઝરમાં તમને સૈફનો કુલ લૂક જોવા મળશે.
સૈફ અલી ખાન લાંબા સમય પછી તબ્બુ સાથે સ્ક્રીન શેર કરતા નજરે પડશે. આ ફિલ્મથી અભિનેત્રી પૂજા બેદીની દિકરી આલિયા ફર્નિચરવાલા બોલિવુડમાં પોતાની એક્ટીંગ કેરિયર શરૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મનું નિર્દેશન નિતિન કક્કડે કર્યું છે.Setting the vibe of 2020????#JawaaniJaaneman, teaser out now! See you in cinemas on 31st January 2020. https://t.co/pDmlb9foaH#BlackKnightFilms #NorthernLightsFilms @nitinrkakkar #SaifAliKhan @AlayaF___ #Tabu @kubbrasait @vashubhagnani @jackkybhagnani @jayshewakramani
— Pooja Entertainment (@poojafilms) December 27, 2019
વધુ વાંચો





















